<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

ધ્રોલના હમાપરમા વધુ એક ખેડુતનુ હાર્ટએટેકથી મૃત્યુ

પોતાની વાડીએ કામ કરતા હતા ત્યારે અચાનક જ છાતીમાં દુ:ખાવો ઉપાડતા મૃત્યુ થતા પરિવારમા ભારે ગમગીની

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૩ :  ધ્રોલના હમાપર ગામે હેમતભાઈ મેધાભાઈ કાનગડ નામના ખેડુત પોતાની વાડીએ હોય છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ ધ્રોલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન હાર્ટએટેકથી  મોત થયાનુ જાહેર થયું છે.

        ધ્રોલના હમાપર ગામના‌ હેમતભાઈ મેધાભાઈ કાનગડ ઉ.વ આશરે 50 નુ હદયરોગનો હુમલો આવતા મોત થયુ છે. હમાપર ગામે પોતાની વાડીએ કામ કરતા હતા ત્યારે અચાનક જ છાતીમાં દુ:ખાવો ઉપાડતા તેમને તાત્કાલીક ધ્રોલ સરકારી હોસ્પીટલ ખસેડવામાં આવતા તબીબે  હાર્ટએટેકથી મૃત્યુ થયેલું જાહેર કરતા પરિવાર પર ભારે ગમગીની છે.

 

(3:47 PM IST)