News of Wednesday, 3rd September 2025
કચ્છના રાપરમાં મેળામાં યુવાનની સરાજાહેર હત્યાને પગલે ચકચાર
આડા સંબંધમાં છરી વડે રહેંસી નાખ્યો, અઠવાડિયામાં હત્યાનો ત્રીજો બનાવ

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ: કચ્છના રાપર નાં કારૂડા ગામે ભરાયેલ મેળા માં યુવાન ની ઘાતકી હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. રાજબાઇ માતાજી નાં મેળામાં મેળો માણવા આવેલ મોમાય વાંઢના ૧૯ વર્ષીય યુવાન નરેશ સામા કોળીનું છરી વડે ઉપરા ઉપરી તીક્ષણ ઘા મારી ઢીમ ઢાળી દેવાતા મેળા માં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. ચકચાર સર્જતા હત્યાના આ મામલા અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આડા સંબંધમાં મૃતક યુવાનનું ઢીમ ઢાળી દેવાયું છે. હત્યારાને ઝડપવા રાપર પોલીસે તજવીજ હાથ ધરી છે. કચ્છમાં એક અઠવાડિયામાં આ ત્રીજી હત્યા છે ભુજમાં કોલેજીયન યુવતી સાક્ષીનું છરી વડે ખૂન કરાયું હતું. હમણાં જ ભચાઉના નંદગામમાં ૩૦ વર્ષીય શ્રમિક યુવાન હર્ષ રાજુ શર્માનું પથ્થર વડે ઢીમ ઢાળી દેવાયું હતું. હવે રાપરના હત્યાનો આ બનાવ સામે આવ્યો છે.
(5:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
