<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

વિસાવદર ગર્લ્સ હાઈસ્કૂલમાં એગ્રીકલ્ચર વોકેશનલ કાર્યક્રમ યોજાયો

કૃષિ જીવનમાં ભાવિક કારકિર્દીનું સર્જન કરવા માટે અને નર્સરી બિઝનેસ અપનાવવા અને આગળ વધવા માટે માહિતી અપાઈ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર: વિસાવદરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શ્રી એન.સી.પરમાર ગર્લ્સ હાઇસ્કુલ,વિસાવદર ખાતે વોકેશનલ વિષય એગ્રીકલ્ચર કાર્યરત છે તે અંતર્ગત ગેસ્ટ લેક્ચર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગર્લ્સ હાઇસ્કુલનો તમામ સ્ટાફ સંચાલક ટ્રસ્ટી અબુલીભાઈ હિરાણી સ્કૂલના આચાર્ય કંચનબેન કાચા તેમજ મુખ્ય  તજજ્ઞ તરીકે પધારેલા સુમિત બાગ નર્સરીના માલિક સંજયભાઈ વેકરીયા, વોકેશનલ ટ્રેનર પુંગેરા રાજદીપ ભાઈ હાજર રહ્યા હતા.

   કાર્યક્રમની શરૂઆતમાં તજજ્ઞ તરીકે પધારેલા સંજયભાઈ વેકરીયાનું આચાર્ય કંચનબેન કાચા દ્વારા પુષ્પગુંજથી સન્માન કરવામાં આવ્યું હતું.પ્રાસંગીક પ્રવચનમાં સંજયભાઈ વેકરીયાએ વોકેશનલ વિષયમાં અભ્યાસ કરતા બહેનોને નર્સરી મેનેજમેન્ટ અને નર્સરી બિઝનેસ, નર્સરીમાં ઉપયોગમાં લેવાતા ખાતરો ફળ પાકોની અધતન ન્યૂનતમ ટેકનીક દ્વારા તૈયાર કરવામાં આવતી ફળ પાકોની કલમો વિશે માહિતી આપી હતી પોતાના જીવનમાં કરેલા પ્રયત્નો અને અભિપ્રાયો અને જીવનમાં હાંસિલ કરેલી સિદ્ધિઓ વિદ્યાર્થીનીઓ સમક્ષ રજુ કરી અને પ્રોત્સાહિત કરેલા હતા.દીકરીઓ માટે  એગ્રીકલ્ચર ફિલ્ડ કેટલું મહત્વ ધરાવે છે અને કૃષિ જીવનમાં ભાવિક કારકિર્દીનું સર્જન કરવા માટે  અને નર્સરી બિઝનેસ અપનાવવા અને આગળ વધવા માટે માહિતી આપી હતી.

(7:37 PM IST)