<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે જલજીલની એકાદશીની ઉજવણી : ઠાકોરજીને નૌકામાં બિરાજમાન કરીને જળ વિહાર કરવામાં આવ્યુ

જલ જીલણી એકાદશીની ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવણી કરાઈ : અનેરા દર્શનનૉ લાભ ભક્તોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો

રાજકોટ તા.૩

     સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી  જલજીલની એકાદશીની ઉજવણી કરાઈ હતી. 

           ઠાકોરજીને નૌકામાં બિરાજમાન કરીને જળ વિહાર કરવામાં આવ્યુ હતુ. તેમજ આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી એવં શ્રી નારાયણમુની સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજની જલ જીલણી એકાદશીની ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.આ અનેરા દર્શનનૉ  લાભ ભક્તોએ લઈ ધન્યતાનો  અનુભવ કર્યો હતો.

(9:26 PM IST)