<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

પોરબંદના સસ્‍પેન્‍ડેડ ફાયર ઓફિસર સામે ગુન્‍હો દાખલ કરાશે...?

પેરેડાઇઝ સિનેમાના બોગસ ફાયર એનઓસીમાં મનપા કમિશનર દ્વારા કેમ કાર્યવાહી કરાતી નહોતી?: ફાયર ઓફિસરે રાજીવ ગોહેલે કહ્યું એનઓસીમાં મારી સહી નથીઃ બોગસ ફાઇલને લઇને ગોળ ગોળ જવાબોની ચર્ચા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૪ :.. પેરેડાઇઝ સિનેમાને અપાયેલું ફાયર એનઓસી બોગસ હોવાનું ખુલતા જે તે સમયના ઇન્‍ચાર્જ ફાયર ઓફિસર રાજીવ ગોહિલને મહાનગરપાલિકા દ્વારા તાત્‍કાલીક અસરથી સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે. ત્‍યારે પેરેડાઇઝ સિનેમાના બોગસ ફાયર એનઓસીમાં મહાનગરપાલિકાના કમીશનરશ્રી દ્વારા અત્‍યાર સુધી કેમ પગલા લેવામાં આવ્‍યા નહીં તેવા સવાલો પુછાય રહ્યા છે.

સસ્‍પેન્‍ડેડ ફાયર ઓફિસર રાજીવ ગોહેલ સામે ગુન્‍હો દાખલ કરાશે કે કેમ ? અને બોગસ ફાયર એનઓસી માટેની ફાઇલને લગતા ગોળ ગોળ જવાબો અપાયાની ચર્ચા થઇ રહી છે.

પેરેડાઇઝ સિનેમા ઘરના બાંધકામ બાદ તેમના બોગસ ફાયર એનઓસી લઇ વિવાદ બાદ પેરેડાઇઝ સિનેમાના માલિક જીજ્ઞેશભાઇ કારિયા દ્વારા બીયુ સર્ટીફીકેટ માટે રજૂ કરવામાં આવેલી ફાયર એનઓસી બોગસ હોવાનું સામે આવ્‍યુ હતું.

આ બોગસ ફાયર એનઓસી પ્રકરણમાં મનપાના કમિશનર એચ. જે. પ્રજાપતિએ ફાયર એનઓસી  બોગસ હોવાનું જણાવ્‍યું હતું તેમજ ફાયર એનઓસીમાં જેમની સહિ છે તે ઇન્‍ચાર્જ ફાયર ઓફીસર રાજીવ ગોહેલે  પણ સ્‍વીકારી લીધુ છે કે આ એનઓસી. માં મારી સહી નથી હવે તેમ છતાં આ પ્રકરણમાં મનપા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. તે ચર્ચા ઉઠી છે.

પોરબંદરના વિકાસ માટે સતત પ્રયત્‍નશીલ પોરબંદરના સાંસદ અને કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયાએ પોરબંદરના વિકાસમાં બાધારૂપ લોકો સામે અધિકારીઓને કડક હાથ કામ લેવા જણાવ્‍યુ હતું તેમ છતાં પેરેડાઇઝ સિનેમાના બોગસ ફાયર એનઓસીમાં મનપાના કમિશનર દ્વારા કેમ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેવા સવાલ ઉઠી રહ્યા છે.

(11:06 AM IST)