News of Thursday, 4th September 2025
ઓણસાલનું પ્રલયસભરનું ‘અનોખુ' ચોમાસુ
હાલ વિદાય લેવા પર છે ત્યાં સુધીમાં એકપણ ચક્રવાત આ ચોમાસામાં ન થવા છતાં જળ પ્રલય ઘણી સ્થળે જોવા મળ્યો

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૪: ઓણસાલ ચોમાસુ શરૂ જ અનોખી રીતે થયુ હતું. કયાંક સપ્તાહ વહેલુ તો કયાંક બે સપ્તાહ વહેલુ. મતલબ ઓણસાલનું વહેલું શરૂ થયેલુ ચોમાસુ એડવાન્સ મોન્સૂનનું ઉપનામ ધરાવતું આગળ ધપ્યું. વળી આ ચોમાસાનું વધુ અનોખાપણુ એ પણ છે કે, હવે વિદાય થવા ના સમય સુધીમાં આ સાઉથવેસ્ટ મોન્સૂન દરમ્યાન એક પણ ચક્વાત ઉદભવેલ નથી કે જેનાથી પ્રલય સર્જવાની વધુ ભીતિ હોય છે. ચક્રવાતની ગેરહાજરીએ પણ અત્યાર સુધીમાં વ્યાપક પ્રમાણમાં દેશના ઉતર, ઉતર પૂર્વ તથા પૂર્વોતરના ઘણા રાજયોમાં જળપ્રલયની વધુ ઘટનાઓ આપણે નીહાળી છે. વર્તમાને નીહાળી રહયા છીએ. અને આવનારા બે-ત્રણ દિ'માં આઇએમડી દ્વારા એમપી અને ગુજરાત બન્ને રાજયોને એલર્ટ જાહેર કર્યા છે ત્યાં કેવા અને કેટલા પ્રમાણમાં જળ પ્રલય સર્જાય છે તે જોવું રહયું.(૬.૬)
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
