News of Thursday, 4th September 2025
‘‘મમ્મી-પપ્પા હું તમને બહુ પ્રેમ કરૂં છું...'' ભાવનગરનાં રેસિડેન્ટ તબીબે દવા પીધી
પાલીતાણાની હોટલમાં જઇને મહારાષ્ટ્રનાં ડો. જયેશ મહાજને દવા પી લેતા સારવારમાં

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૪: ભાવનગરની સરકારી મેડીકલ કોલેજમાં આંખના વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોકટર તરીકે કાર્યરત એક તબીબી સ્ટુડન્ટે પાલિતાણાની એક હોટલમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. તબીબ સ્ટુડન્ટને ગંભીર હાલતમાં હાલ ભાવનગરની સરકારી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. એક ચિઠ્ઠી મળી આવી છે.
ભાવનગર સરકારી મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ડો. જયેશ મહાજન મંગળવારે સાંજે ઓપીડી પૂર્ણ કરી નીકળ્યો હતો. પાલિતાણાની હોટલમાં રોકાયેલા તબીબી સ્ટુડન્ટનો હોટલમાંથી ચેકઆઉટનો સમય થતા હોટલ સ્ટાફ રૂમમાં ગયો ત્યારે સ્ટુડન્ટના મોઢામાં ફીણ નીકળતા હોવાનું માલૂમ પડતા ૧૦૮ બોલાવી તેને તાત્કાલીક ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ આ વિભાગમાં ફરજ બજાવતા જયેશ મહાજન રાત્રિના હોસ્પિટલમાં ઓપીડી પૂર્ણ કરીને નીકળ્યા હતા. ત્યારબાદ આજે પાલિતાણાની હોટલમાંથી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જ્યાંથી તેઓને અહીં સારવાર માટે લાવવામાં આવ્યા છે. જયાં તેની ક્રિટિકલ સ્થિતિ છે.તેમની પાસેથી એક ચિઠ્ઠી મળી છે જેમાં લખ્યું છે કે, મમ્મી પપ્પા હું તમને બહું પ્રેમ કરું છું. તમે મને ડોકટર બનાવવા માટે બહુ મહેનત કરી. તમે મારી સાથે છો હું તમારી સાથે છું. આઈ લવ યું મમ્મી પપ્પા. આ બાબતે મહારાષ્ટ્રમાં રહેતા તેના માતાપિતાને જાણ કરાતા તેઓ અહીં આવવા નીકળી ગયા છે. આ બનાવથી મેડિકલ કોલેજના કેમ્પસમાં અને સિવિલ હોસ્પિટલમાં ચર્ચા જાગી હતી.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
