<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

ગોંડલના રીબડામાં અનિરૂદ્ધસિંહની આજીવન કેદનાં મુદ્દે કાલે સંમેલન

ટેકનિકલ વિષયો અધુરા હોય સરકારનું ધ્‍યાન દોરાશેઃ સમર્થકો પણ ઉમટશે

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૪: રીબડાનાં અનિરુદ્ધસિંહ જાડેજાને હાઇકોર્ટ દ્વારા આજીવન કેદ બરકરાર કરાયા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ હુકમને બહાલી અપાઇ હોય અનિરુદ્ધસિંહ માટે આજીવન કેદ નિヘતિ બનીછે.ત્‍યારે શુક્રવાર તા.૫ બપોર નાં બે કલાકે રીબડા ખાતે અનિરુદ્ધસિંહ નાં સમર્થકો દ્વારા સંમેલન નું આયોજન કરાયુ છે.

આ અંગે આયોજક પૈકી અમદાવાદ નાં સામાજિક કાર્યકર અતુલભાઈ દવે એ માહીતી આપતા જણાવ્‍યુ કે અનિરુદ્ધસિંહ નાં આજીવન કેદ નાં હુકમ માં કેટલાક ટેકનીકલી વિષયો અધુરા રહ્યા છે.તે વિષયો ની સંમેલન માં છણાવટ કરી સરકાર નાં ધ્‍યાને મુકાશે.

તેમણે કહ્યુ કે અનિરુદ્ધસિંહે ૧૮ વર્ષ જેલસજા ભોગવી છે.ત્‍યારે જેલ સજા માફી અંગે વર્ષ ૨૦૧૪ માં જેલ પ્રશાસન દ્વારા પ્રક્રીયા હાથ ધરાઇ હતી.સરકાર માં એબી કમીટી દ્વારા ભલામણ પણ મોકલી અપાઇ હતી.અને સરકાર દ્વારા હુકમ પેંડીંગ રખાયો હતો.વર્ષ ૨૯૧૭ માં સરકાર દ્વારા પરિપત્ર બહાર પડાયેલો જેમાં રાજ્‍યપાલ દ્વારા બંધારણની કલમ ૧૬૧ મુજબ તેઓ કોઈ કેદીની સજા માફી કે ઓછી કરી શકે.પરંતુ જુનાગઢ જેલ તંત્ર દ્વારા એ સમયે એબી કમીટી સમક્ષ નામ કોઇ કારણોસર રજુ કરાયુ ના હતુ ખરેખર તો વર્ષ ૨૦૧૪ માં આ પ્રોસીજર પુર્ણ કરી દેવાઇ હતી.વધુમાં ૨૦૧૮ માં અનિરુદ્ધસિંહ ની સજા માફીનો સરકાર દ્વારા વિરોધ કરાયો નથી.આમ અનિરુદ્ધસિંહ ની સજા માફી અયોગ્‍ય કે ખોટી છે.તે સાબીત થતુ નથી.એટલે હાલ સજામાફી નાં વિવાદ માં કયાંક ને કયાંક ટેકનીકલી બાબતો જે મહત્‍વની છે.તે બાબતે સંમેલન નુ આયોજન કરાયાનું તેમણે જણાવ્‍યું હતુ.

રીબડા માં શુક્રવાર નાં યોજાનારા સંમેલન અંગે સોશિયલ મિડિયા માં અલગ-અલગ પોસ્‍ટ ફરતી થઈ છે.જે પૈકી કેટલાક માં જ્ઞાતી સંમેલન અંગે પણ લખાયુ છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા ફરારી અનિરુદ્ધસિંહ ને તા.૧૮ સુધીમાં સરેન્‍ડર કરવા આદેશ કરાયો છે.ત્‍યારે રીબડા માં ટેકનીકલ મુદાને આગળ ધરી યોજાનાર સંમેલને ગોંડલ પંથક માં ફરીવાર ગરમાવો લાવી દીધો છે.

(12:03 PM IST)