News of Thursday, 4th September 2025
સુરેન્દ્રનગરનાં રતનપરમાં યુવતિનું શંકાસ્પદ મૃત્યુ : તપાસનો ધમધમાટ
તાવ આવ્યા બાદ સારવાર માટે ખસેડતા છેલ્લા શ્વાસ લીધા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૪: સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં રામેશ્વર સોસાયટીમાં ૨૧ વર્ષ યુવતી નું શંકાસ્પદ મોત નીપજવા પામ્યું છે સુરેન્દ્રનગરની રતનપર વિસ્તારમાં આવેલી રામેશ્વર ટાઉનશીપ વિસ્તારમાં કુકડિયા સુમન નામની ૨૧ વર્ષીય યુવતીનું શંકાસ્પદ મોત નીપજવા પામ્યું છે પ્રથમ સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ ત્યાં તેનું સારવાર દરમિયાન નીપજવા પામ્યું છે જોકે ઘટના બન્યા બાદ પોલીસે ત્યાં દોડી ગઈ હતી અને શંકા જતા પીએમ માટે મળતદેહને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ત્યારબાદ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા મોડી રાત્રે ૨૧ વર્ષીય મળતક યુવતી ના મળતદેહનું પીએમ કરવામાં આવ્યું હતું જોકે યુવતીના હાજર સગા -તોહીજનો દ્વારા પોલીસને પણ એવું જણાવવામાં આવ્યું છે કે સામાન્ય તાવ આવ્યો હતો ત્યારબાદ મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી અને ત્યાં તેનું મોત નીપજવા પામ્યો છે પરંતુ સુરેન્દ્રનગરના સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા પીએમ કર્યા બાદ સમગ્ર મામલે શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
જેમાં પીએમ કર્યા બાદ પ્રાથમિક તપાસમાં ઝેરી પદાર્થ પી લઈ આત્મહત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી જોકે મળતક ના મળતદેહના પીએમ નો રિપોર્ટ આવ્યા પછી સમગ્ર બાબતે મોતનું કારણ સામે આવી શકે પરંતુ હાલમાં સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં પીએમ કર્યા બાદ પોલીસ દ્વારા પણ આ મામલે ઊંડાણપૂર્વક રીતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે મળતદેહને પીએમ કર્યા બાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા મળતદેહને પરિવારજનોને સોંપી આગળની તપાસ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
