<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાદળા યથાવત સિહોરમાં ૧ ઘોઘામાં અડધો ઇંચ વરસાદ

પવનની ગતિમાં વધારોઃ મિશ્ર હવામાનનો માહોલ

રાજકોટ તા. ૪ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાદળા યથાવત છે. આવા વાતાવરણ વચ્‍ચે ભાવનગરના સિહોરમાં ૧ અને ઘોઘામાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

ભાવગનર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :..  ગોહિલવાડ પંથકમાં મોડી રાતથી વરસાદી માહોલ થયો છે. શહેરમાં મોડી રાત્રે વરસાદનું જોરદાર ઝાપટુ વરસી ગયું હતું. જ્‍યારે શિહોરમાં એક ઇંચ વરસાદ પડ્‍યો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં સવારથી જ વાદળીયું વાતાવરણ રહેવા પામ્‍યું છે. મોડી રાત્રે શહેરમાં અચાનક વરસાદ શરૂ થયો હતો. ભાવનગર શહેરમાં  ૭ મી.મી., વલભીપુરમાં ૧ મી.મી., સિહોર માં ૧૨ મી.મી., મહુવામાં ૧ મી.મી. અને શિહોરમાં ૨૨ મી.મી. વરસાદ નોંધાયો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર, તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન રપ.૬, મહત્તમ તાપમાન ૩૩, ભેજનું પ્રમાણ ૮૩ ટકા, પવનની ગતિ ૮.ર કિ. મી. રહી હતી.

(12:06 PM IST)