News of Thursday, 4th September 2025
ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં સ્વામીનારાયણ મંદિરે ગણેશ મહોત્સવનું આયોજન

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા. ૪: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરના પાપા ટોયટોય વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ગણેશ ચતુર્થી નીમીત્તે સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરાયું હતું આતકે ભગવાન ગણેશ ભગવાનની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવેલ છે અને ગણેશ મહોત્સવ નિમિત્તે ખાસ પુજા અર્ચના અને મહાઆરતી કરવામાં આવી હતી આ તકે સેવા ભાવિ ડોક્ટર કાન્તિભાઈ પટેલ અને રંજનાબેન પટેલ તેમજ જંયતીભાઇ પટેલ, અમળતભાઈ પટેલ, કંચનલાલ કપાસીયા, અમરસિંહભાઇ રાઠોડ, વિનોદભાઇ પટેલ, ભીખુભાઈ પટેલ, વિનોદભાઇ સંધાણી, તેમજ સુમીત્રાબેન ઠકકકર, સુધાબેન રાઠોડ, મંજુબેન પટેલ,દેવીબેન પટેલ, સુધાબેન મહેતા,પરવીન બહેન કપાનીયા સહીતના બહોળી સંખ્યામાં ભાવિકો હાજર રહી પુજા અર્ચના અને મહાઆરતી કરવામાં આવી હતી આતકે તુષારભાઇ શાષાી દ્વારા સર્વ મંગલ માંગર્લ્ય શિવે સ્વાર્થે સાધિકે શરણે ત્રંમ્બકે ગૌરી નારાયણી નમઃ સતુતે ‘ગણેશ ની સ્તુતિ કરેલ હતી અને વિશાળ સંખ્યામાં ભાવિકો એ દર્શનનો લાભ લીધો હતો
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
