News of Thursday, 4th September 2025
મોરબી એસઓજીએ ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતિય શખ્સને ઝડપી લીધો
અમદાવાદથી ગાંજાનો જથ્થો લાવી મોરબી પહોંચતા ૪ દબોચી લેવાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૪: અમદાવાદથી ગાંજાનો જથ્થો લઈને યુપીનો શખ્શ મોરબી પહોંચતા મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી એસઓજી ટીમે આરોપીને ઝડપી લઈને ૨.૮૮૫ કિલોગ્રામ જથ્થો અને મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે ઉત્તરપ્રદેશનો રહેવાસી અનુજ વર્મા ગાંજાનો જથ્થો પોતાના કબજામાં રાખી અમદાવાદથી મોરબી આવવાનો છે જેથી એસઓજી ટીમે સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે વોચ ગોઠવી હતી અને મહારાણા પ્રતાપ સર્કલથી આરોપી અનુજકુમાર રમેશચંદ્ર વર્મા (ઉ.વ.૨૯) રહે ઉત્તરઙ્ઘદેશ હાલ છતીસગઢ વાળાને ઝડપી લીધો હતો આરોપીના કબજામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો વજન ૨.૮૮૫ કિલોગ્રામ કીમત રૂ ૨૮,૮૫૦, મોબાઈલ નંગ ૦૧ કીમત રૂ ૫૦૦૦ અને આધાર કાર્ડ નકલ સહીત કુલ રૂ ૩૩,૮૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી વિરુદ્ધ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
