<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયાના જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી.

ઓપરેશન સિંદૂર થીમ હેઠળ ઉજવવામાં આવેલા આ પ્રસંગે અલભ્ય એવા સિંદૂરના વૃક્ષોની ત્યાં વાવણી કરવામાં આવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ભારતીય સંસ્કૃતિનું નિરંતર સિંચન કરતી તેમજ મહિલાઓને આગળ વધવા માટે સતત પ્રોત્સાહન આપતી એવી મોરબીની સેવાભાવી સંસ્થા ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા ના જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી વીસી ફાટક પાસે આવેલા વૃદ્ધાશ્રમમાં કરવામાં આવી હતી . ઓપરેશન સિંદૂર થીમ હેઠળ ઉજવવામાં આવેલા આ પ્રસંગે અલભ્ય એવા સિંદૂરના વૃક્ષોની ત્યાં વાવણી કરવામાં આવી હતી . આ ઉપરાંત ત્યાંના વડીલો સાથે કેક કટીંગ કરી ..રાસ ગરબા રમી ..જમણવાર સાથે તેમજ ક્લબના તમામ બહેનો સાથે ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રોજેક્ટ વિશે વધુ માહિતી આપતા ક્લબ સેક્રેટરી મનિષાબેન ગણાત્રાએ જણાવ્યું કે આ રીતે પ્રેરણાદાયી ઉજવણી કરી તમામ વડીલોને તેમના રૂમમાં વોલ ક્લોકની ગિફ્ટ પણ આપી હતી તેમજ આ રીતે વડીલોના આશીર્વાદ લઇ ખૂબ જ ધામધૂમ પૂર્વક જન્મદિવસની ઉજવણી કરી હતી.

(10:21 PM IST)