તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૪ સોમવાર
News of Thursday, 4th September 2025
માળીયાની સુરજબારી ચેક પોસ્ટ પાસેથી ૪૨૦ બોટલ દારૂ સાથે એક પકડાયો : એક ભાગી છુટ્યો.
સ્કોર્પિયોમાં રૂ.5.50 લાખના વિદેશી દારૂ સાથે જામનગર પંથકના વોન્ટેડ આરોપીને ઝડપી લઈ તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયા મિયાણા પોલીસે સુરજબારી ચેક પોસ્ટ પાસેથી સ્કોર્પિયોમાં રૂ.5.50 લાખના વિદેશી દારૂ સાથે જામનગર પંથકના વોન્ટેડ આરોપીને ઝડપી લઈ તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા મિયાણા પોલીસને બાતમી મળેલ કે, કચ્છ તરફથી મહિન્દ્રા કંપનીની સ્કોર્પીઓ રજી નં- GJ-03-ML- 4507માં ઇંગ્લીંશ દારૂનો જથ્થો ભરી જામનગર તરફ જવાની છે. જેના આધારે સુરજબારી ચેક પોસ્ટ પાસે કચ્છ- મોરબી હાઈવે રોડ ઉપર વોચ ગોઠવતા આ કાર મળી આવી હતી. તેમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૪ર૦ કિ.રૂ.૫,પ૦,૮૦૦/-ના મુદામાલ સાથે દિપકભાઇ ઉર્ફે અટપટુ જયનાદાસ જેઠવાણી ( ઉ.વ. ૩૪ ) ( રહે. જામનગરવાળા ) ને પકડી લેવામાં આવ્યો છે. આ આરોપી પ્રાગપર, પધ્ધર અને જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ વેળાએ જીજ્ઞેશ ઉર્ફે જીગો વિનોદભાઈ ખીજડા નાસી ગયો હતો. પોલીસે કુલ કિ.રૂ. ૧૫,૫૮,૮૦૦/- નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
