News of Thursday, 4th September 2025
જેતપુર પંથકમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો : ગણેશ પંડાલોમાં પાણી ભરાયા :જનજીવન પ્રભાવિત
વરસાદના કારણે શહેરના રસ્તાઓ પર ઠેરઠેર પાણી ભરાયા : વીરપુર, ખજૂરી, ગુંદાળા, ખીરસરા, સ્ટેશન વાવડી અને વાડસડામાં પણ ધોધમાર વરસાદ

જેતપુર શહેરમાં પવન સાથે ભારે વરસાદ શરૂ થયો છે. આ વરસાદના કારણે શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને ઠેરઠેર પાણી ભરાયા છે. આ ઉપરાંત, આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે વીરપુર, ખજૂરી, ગુંદાળા, ખીરસરા, સ્ટેશન વાવડી અને વાડસડામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. ચોમાસાના અંતિમ તબક્કામાં વરસી રહેલા આ વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે, કારણ કે આ વરસાદ પાક માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે
ચાલુ વરસાદને કારણે, શહેરમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવની ઉજવણીમાં થોડું વિઘ્ન આવ્યું છે. ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં બનાવેલા ગણેશ પંડાલોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે દર્શનાર્થીઓ અને ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે ભક્તોની અવરજવર પણ ઓછી થઈ ગઈ છે. જોકે, ભક્તોનો ઉત્સાહ ઓછો થયો નથી અને તેઓ વરસાદ વચ્ચે પણ ગણેશજીના દર્શન કરવા પહોંચી રહ્યા છે.
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
