News of Friday, 5th September 2025
મહુવા-રાજુલા નેશનલ હાઇ-વે પર બોલેરો પીકઅપ અને બાઈક વચ્ચે અકસ્માતઃ ૨ વ્યક્તિના મૃત્યુ : જુઓ વિડિઓ
રાજુલા તાલુકાના છતડીયા ગામના ખીમજીભાઈ મુળુભાઇ કવાડ અને રાજુલાના પિયુષભાઈ મનુભાઈ કવાડનો ભોગ લેવાતા અરેરાટી

મહુવા, તા.૫: ભાવનગર જિલ્લાના મહુવા-રાજુલા નેશનલ હાઇવે નંબર ૩૫૧ ઈ માં દાતરડી ગામ પાસે બોલેરો પીક અપ અને ટુ વ્હીલર બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.પ્રાપ્ત માહિતી મુજબ બાઈકમાં સવાર બે વ્યક્તિ દાતરડી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે બોલેરો પીકઅપ સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક અને પાછળ સવાર બન્નેના વ્યક્તિઓને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મહુવા અને રાજુલા એમ બન્ને ને જુદી જુદી હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ત્યાં ફરજ પરનાં તબીબે ખીમજીભાઈ મુળુભાઇ કવાડ ઉ વ ૬૫ રહેવાસી છતડીયા તાલુકો રાજુલા અને પિયુષભાઈ મનુભાઈ કવાડ રહેવાસી રાજુલા બન્નેને મળત જાહેર કર્યા હતા.
બનાવના પગલે ડુંગર પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે તેમ રહીમ આર. વસાયાએ જણાવ્યું છે. (રર.૯)
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
