<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીઃ ઉત્તર ગુજરાતમાં મેઘ તાંડવની સંભાવનાઃ અંકિત પટેલ

ભાવનગર, બોટાદ, સુરેન્‍દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગરમાં ભારે વરસાદ પડી શકે

(જયેશ ભટાસણા) ટંકારાઃ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના સાથે ગુજરાત વેધરમેન અંકિત પટેલે જણાવ્‍યું હતું કે ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્‍ય ગુજરાતના વિસ્‍તારોમાં ૫ થી ૮ સપ્‍ટેમ્‍બર દરમિયાન અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલની વાતાવરણીય પરિસ્‍થિતિઓ અને લો પ્રેશરની ધીમી ગતિને કારણે આ વિસ્‍તારોમાં વ્‍યાપક વરસાદની સંભાવના છે.

હાલની વાતાવરણીય પરિસ્‍થિતિઃ મોનસૂન ટ્રફઃ હાલમાં મોનસૂન ટ્રફ સામાન્‍ય કરતાં દક્ષિણમાં છે, જે રાજસ્‍થાનના જેસલમેર, કોટા અને મધ્‍ય પ્રદેશના નર્મદાપુરમમાંથી પસાર થઈ રહ્યું છે. આ ટ્રફ દરિયાઈ સપાટીથી ૧.૫ કિમીની ઊંચાઈ સુધી સક્રિય છે.

લો પ્રેશરઃ મધ્‍ય પ્રદેશ પર સ્‍થિત લો પ્રેશર, જેની સાથેનું અપર એર સર્ક્‍યુલેશન (UAC) દરિયાઈ સપાટીથી ૫.૮ કિમીની ઊંચાઈ સુધી વિસ્‍તરેલું છે. આ લો પ્રેશર દક્ષિણ-પヘમિ દિશામાં ઝેકેલું છે.

પૂર્વ-પヘમિ ટ્રફઃ આ ટ્રફ ઉત્તર-પૂર્વ અરબ સાગરથી ઉત્તર-પヘમિ બંગાળની ખાડી સુધી વિસ્‍તરેલું છે, જે દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને લો પ્રેશરના શ્‍ખ્‍ઘ્‍માંથી પસાર થાય છે. આ ટ્રફ ૩.૫થી ૫.૮ કિમીની ઊંચાઈએ સક્રિય છે.

આગાહી (૪થી ૮ સપ્‍ટેમ્‍બર): લો પ્રેશર આગામી કલાકોમાં પヘમિ-ઉત્તર-પヘમિ દિશામાં આગળ વધીને પヘમિ મધ્‍ય પ્રદેશ, ઉત્તર ગુજરાત અને રાજસ્‍થાન બોર્ડરની આસપાસ પહોંચશે. ત્‍યારબાદ તેની ગતિ ધીમી થશે અને ૪૮થી ૭૨ કલાક (૫, ૬, ૭ સપ્‍ટેમ્‍બર) સુધી દક્ષિણ રાજસ્‍થાન અને ઉત્તર ગુજરાતની આસપાસ રહેશે. આ દરમિયાન લો પ્રેશર મજબૂત બનીને વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે.

વિસ્‍તારવાર વરસાદની આગાહીઃ ઉત્તર ગુજરાતઃ ૫થી ૮ સપ્‍ટેમ્‍બર દરમિયાન ભારેથી અતિભારે અને કેટલાક વિસ્‍તારોમાં અતિશય ભારે વરસાદની સંભાવના.

મોટા ભાગના વિસ્‍તારોમાં ૪થી ૧૦ ઇંચ વરસાદ, જ્‍યારે સાબરકાંઠા, અરવલ્‍લી અને બનાસકાંઠાના કેટલાક વિસ્‍તારોમાં ૧૨ ઇંચથી વધુ વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્‍તારોમાં પરિસ્‍થિતિ વણસી શકે છે.

પૂર્વ મધ્‍ય ગુજરાતઃ અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ જેવા જિલ્‍લાઓમાં ભારેથી અતિભારે વરસાદ (૩થી ૮ ઇંચ). કેટલાક વિસ્‍તારોમાં ૮થી ૧૨ ઇંચ સુધી અતિશય ભારે વરસાદની સંભાવના.

અમદાવાદઃ ૫, ૬, ૭ સપ્‍ટેમ્‍બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ (૪થી ૮ ઇંચ).

કચ્‍છઃ ઉત્તર ગુજરાતને સંલગ્ન પૂર્વ, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ-પૂર્વ કચ્‍છમાં ભારેથી અતિભારે, કેટલાક વિસ્‍તારોમાં અતિશય ભારે વરસાદ. અન્‍ય વિસ્‍તારોમાં હળવો, મધ્‍યમ અથવા ભારે ઝાપટાં/વરસાદ.

દક્ષિણ ગુજરાતઃ મધ્‍યમથી અતિભારે, કેટલાક વિસ્‍તારોમાં અતિશય ભારે વરસાદની સંભાવના.

સૌરાષ્ટ્રઃ પૂર્વીય ભાગો (ભાવનગર, બોટાદ, સુરેન્‍દ્રનગર, મોરબી, સંલગ્ન રાજકોટ/જામનગર)માં ભારેથી અતિભારે વરસાદ (૩થી ૮ ઇંચ)

(10:18 AM IST)