તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Friday, 5th September 2025
ભુજ લોહાણા મહાજનનું સુકાન યુવા ટીમને હવાલે
પ્રમુખ ડો. મુકેશ ચંદે, ઉપપ્રમુખ હરેશભાઈ કતિરા અને મંત્રી તરીકે કમલ કારીયા વરાયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. પ :.. ભુજ લોહાણા જ્ઞાતિ મહાજનની વર્ષે ૨૦૨૫-૨૮ની ત્રણ વર્ષની મુદત માટે યુવા ટીમની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી શશીકાંતભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં લોહાણા સમાજના ઉમેદવારોએ સમાજની ઉત્કળષ્ટ એક્તાના ભાવ સાથે વર્ષ ૨૦૨૫-૨૮ માટે સર્વાનુમતે નવી યુવા ટીમની બિનહરીફ વરણી કરતા પ્રમુખ તરીકે ડો. મુકેશ ચંદે, ઉપપ્રમુખ હરેશભાઇ કતિરા અને મત્રી કમલભાઇ કારીયા સહિતના વરાયા હતા.
મહાજનની પરંપરા મુજબ નવી કારોબારીમાં સેવા આપવા માટે જ્ઞાતિજનોએ ઇચ્છા વ્યકત કરી હતી જે અનુસંધાને ગત વર્ષની ટીમ દ્વારા ચૂંટણી અધિકારી તરીકે ભુજના એડવોકેટ શશીકાંતભાઇ ઠક્કરની નિમણૂંક કરવામાં આવી હતી. જેમના દ્વારા સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંપરા મુજબ જ સમાજની એક્તા અને સંગઠન શક્તિના પરિણામ સ્વરૂપે સર્વાનુમતે ચૂંટણી દ્વારા નહીં પરંતુ સિલેક્શન દ્વારા જ નવી કારોબારીની રચના કરવામાં આવે તેવું સમાજની સામાન્ય વ્યક્તિ સૌ જ્ઞાતિજનોએ મત વ્યક્ત કર્યો હતો. જે અનુસંધાને મહાજનની
વર્ષ ૨૦૨૫-૨૮ માટે ૩૧ કારોબારી સભ્યોની સૌ પ્રથમ સર્વાનુમતે બિનહરીફ વરણી કરાઈ હતી. પસંદગી પામેલ સૌ કારોબારી સભ્યો ની બેઠક તારીખ ૪-૯-૨૦૨૫ ના રોજ ભુજ લોહાણા મહાજનવાડીમાં બોલાવવામાં આવી હતી જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે ભુજના ડો. મુકેશભાઇ ચંદે, ઉપપ્રમુખ તરીકે હરેશભાઈ કતિરા, મંત્રી તરીકે કમલ કારીઆ, ખજાનચી તરીકે હિતેશભાઈ ઠક્કર, સહમંત્રી તરીકે અલ્પેશભાઇ ચંદે તથા ડો. પ્રફુલાબેન ભીંડ (કોટક)ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. હોહેદારોની વરણી બાદ તેમના દ્વારા ૨ કો-ઓપ્ટ સભ્યો ની વરણી પણ કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે ડો. મુકેશભાઈ ચંદેએ ગત વર્ષની ટીમે કરેલા કાર્યોની નોંધ લઈને સમાજને જે સ્થાન તેમના દ્વારા પ્રાપ્ત થયેલ છે તેને વધુ મજબૂત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. તથા આવનાર વર્ષોમાં સો જ્ઞાતિજનોના સાથ-સહકારથી સમાજની એક્તા અને અખંડતતાને વધુ મજબૂત બનાવીને સમાજ ઉત્કર્ષ માટે શ્રેષ્ઠ પ્રદાન કરવાની ખાતરી આપી હતી. ઉપપ્રમુખ હરેશભાઈ કતિરા એ નવી ટીમની વરણીમાં આપવામાં આવેલ શ્રેષ્ઠ માર્ગદર્શન બદલ ગત વર્ષની ટીમનો આભાર વ્યક્ત કરી.
તેમણે મુકેલા વિશ્વાસને સાર્થક કરી બતાવવાની ખાતરી આપી હતી. અને સમાજ માટે પોતાથી થવાની ખાતરી આપી બનતું બધું કરી છૂટવાની ભાવના વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની ટીમ દ્વારા સમાજની એકતા મજબૂત બને તેવા ખૂબજ કાર્યો હાથ ધરાયા હતા.જ્ઞાતિની ભવ્ય નવરાત્રી, શિક્ષણ સહાય, આરોગ્ય સહાય અને જ્ઞાતિના અનેક પેચીદા પ્રશ્નોને શ્રેષ્ઠ રીતે સમજાવટના માધ્યમથી ઉકેલ લાવ્યા હતા.
ભુજ લોહાણા મહાજનની ૩૧ જણની નવી કારોબારી સર્વાનુમતે વરાયા બાદ જ્ઞાતિજનોની શુભેચા ઝીલતા પ્રમુખ ડો. મુકેશ ચંદે, ઉપપ્રમુખ હરેશભાઈ કતિરા, મંત્રી કમલભાઇ કારીઆ અને હોદ્દેદારો.
નવનિયુક્ત ટીમને સમાજના અગ્રણીઓએ આવકારી હતી અને સમાજ માટે શ્રેષ્ઠ યોગદાન આપવાની શુભેચ્છા વ્યક્ત કરી હતી.
સમાજની એકતા અને અખંડીતતા જળવાઇ રહે તે માટે સમાજ અગ્રણીઓ ધિરજલાલભાઈ ચંદે કિરણભાઇ ગણાત્રા નવીનભાઈ આઈયા, જીમીભાઈ કતિરા, જગદીશભાઈ ઠક્કર, સતીશભાઈ શેઠીયા, સુરેશભાઈ ચંદે રાજેશભાઈ ઠક્કર અવનિશભાઇ ઠક્કર વડીલો એ યોગદાન આપ્યુ હતુ. તેમજ વ્યવસ્થાપક સમિતિ પ્રક્રિયા દરમિયાન અશોકભાઈ જોબનપુત્રા એ સેવા આપેલ હતી.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
