News of Saturday, 6th September 2025
આરટીઓ ચલણની ફેક ફાઇલ મોકલી પ્રૌઢ સાથે રૂ. ૯.૨૩ લાખની છેતરપિંડી
જૂનાગઢ રેન્જ સાયબર પોલીસમાં ફરિયાદઃ તપાસ શરૂ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૬: ઝાંઝરડા રોડ પર આવેલ વાઘેશ્વરી સોસાયટીમાં રહેતા ૫૫ વર્ષીય કમલેશભાઈ દ્વારકાદાસ વ્યાસને અજાણ્યા વોટ્સએપ મોબાઇલ નંબરથી આરટીઓ ચલણના નામની એપ. અંગેની ફાઇલ વોટ્સએપમાં મોકલી આરટીઓ ચલણના નામે ઠગાઈ કરવાના ઇરાદે ખોટો ઉપયોગ કરી તેમના એચડીએફસી બેન્કમાંથી કુલ રૂ. ૯,૨૩,૭૫૦નું ટ્રાન્ઝેક્સન થઈ ગયું હતું.
પ્રાઇવેટ નોકરી કરતા કમલેશભાઈને વોટ્સએપમાં અજાણ્યા મોબાઈલ પરથી આરટીઓ ચલણવાળી એપીકે ફાઇલ અજાણ્યા શખ્સે મોકલી જે જોતા એવું લાગ્યું કે પોતાના બાઈકનો ઓન લાઇન દંડ આવ્યો છે જેથી એપીકે ફાઇલ પર ક્લિક કરતા કમલેશભાઈનો મોબાઈલ હેક થઈ ગયો અને અસંખ્ય અજાણ્યા મોબાઈલ પરથી ઓટીપીનો મેસેજ આવતા જોયું તો તેમના ખાતામાંથી કટકે કટકે રૂ. ૯,૨૩,૭૫૦ ગઠિયાના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતા.
નાણા ટ્રાન્સફર થયા બાદ ગિફ્ટ વાઉચરની ખરીદી કરી લઈ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા ઓન લાઇન નાણાકીય ઠગાઈ કરી હોવાથી મોબીક્વિક નંબરોનો અને નંબરોનો જે તે વખતે ઉપયોગ કરનાર અજાણી વ્યક્તિ વિરુદ્ધ કમલેશ વ્યાસએ ફરિયાદ કરતા જૂનાગઢ રેન્જ સાયબર પોલીસે અજાણ્યા શખ્સ સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી
(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
