<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

જામનગરના હરીપરમાં સાડા ૩, પડાણામાં ર દરેડ- જાલીયા દેવાણીમા પોણા ર ઇંચ વરસાદ

ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મેઘાવી માહોલ સાથે વરસતો વરસાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૬: જામનગર જીલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઝાપટાથી માંડીને સાડા ૩ ઇંચ વરસાદ પડયો છે. જેમાં હરીપરમાં સાડા ૩, પડાણામાં ર, દરેડ- જાલીયા દેવાણીમાં પોણા ર ઇંચ વરસાદ પડયો છે.

જેમાં મોડપર, વસઇ, મોટી બાણુગાર, લાખા બાવળમા દોઢ ઇંચ, મોટી ભલસાણ, ફલ્લા, ધુનડા, મોટા પાંચ દેવડામા ૧ ઇંચ વરસાદ પડયો છે. આ ઉપરાંત અલીયાબાડા, હડીયાણા, પીઠડ, લતીપુર, નિકાવા, મોટા વડાળા, નવાગામ, ભલસાણ બેરાજા, સમાણા, શેઠ વડાળા, જામવાડી, વાંસજાળીયા, ધ્રાફા, પરડવા, પીપરટોડા, ભણગોર, મોટા ખડવામા ઝાપટાથી માંડીને પોણો ઇંચ વરસાદ પડયો છે.

 

પડધરીના મોૈવેયા ગામે વ્‍યાજખોરની ધમકીથી કંટાળી ભરતભાઇ પરમારે ફિનાઇલ પી લીધુ

મારા રૂપિયા આપ નહિ તો ઉપાડી  જઇ પુરો કરી નાખીશ

મોૈવેયાના વ્‍યાજખોર ધરમશી ઉર્ફે વાઘેલા સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ તા.૬: પડધરીનાા મોૈવેયા ગ્રામના યુવાને (વ્‍યાજખોરની ધમકીથી કંટાળી જઇ ફિનાઇલ પી લીધું હતું. આ અંગે વ્‍યાજખોર સામે પોલીસમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ પડધરીના મોૈવેયા ગામે બાલાજી પાર્કમાં રહેતા અને મજુરી કામ કરતા ભરતભાઇ પીઠાભાઇ પરમાર (ઉ.વ.૩૨) એ તે જ ગામના ધરમશી ઉર્ફે કાળુ લાલજીભાઇ વાઘેલા સામે પડધરી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદિએ આરોપી પાસેથી અંગત જરૂરીયાત માટે અલગ અલગ સમયે કુલ રૂા.૪૦૦૦૦ વ્‍યાજે લીધેલ હોય અને ફરી અગાઉ એક મહિનો વ્‍યાજ ન આપી શકતા આ કામના આરોપીએ ફરી ને ફોન કરી બોલાવી રૂપીયા આપ નહીતો જીવતો નહી રહેવા દવ તેમ ધમકી આપી મુઢ માર મારેલ અને આ કામના ફરી એ રૂા.૪૦૦૦૦ ના આરોપીને આશરે દોઢલાખ રૂપિયા આપી દિધેલ હોય તેમ છતા આરોપી ફરીને અવાર-નવાર ફોન કરી બોલાવી તથા ફરીને ઘર જઇ ફરી સાથે ગાળાગાળી તથા ઝપાઝપી કરી મારા પૈસા નહિ આપે તો તને ઉપાડી જઇશ અને પુરો કરી નાખીશ તેમ કહિ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીએ લીધેલ રૂપીયાના ૩૦ જેવા ઉંચા વ્‍યાજની પઠાણી ઉઘરાણી કરતા ફરીયાદી રૂપિયા ન આપી શકતા ફિનાઇલ પી લીધું હતું.

આ ફરીયાદ અન્‍વયે પડધરી પોલીસે વ્‍યાજખોર સામે ગુન્‍હો તપાસ કરી તપાસ હાથધરી છે

(2:11 PM IST)