News of Saturday, 6th September 2025
જામનગર જિલ્લામાં તબીબી સેવાઓ આપતી સંસ્થાઓએ “ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ અધિનિયમ” અંતર્ગત તા.૧૨ સપ્ટેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

તબીબી સેવાઓ આપતા કલીનીક, હોસ્પિટલ, પ્રસૂતિ ગૃહ, નર્સિંગ હોમ. ડીસ્પેન્સરી, લેબોરેટરી, એક્ષ-રે અને ઈમેજિંગ સેન્ટરોના સંચાલક / ડોકટરોને નિયત સમય મર્યાદામા અરજી કરવી જરૂરી
(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૬
ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) અધિનિયમ, ૨૦૨૧ અંતર્ગત જુદી-જુદી ચિકિત્સા પધ્ધતિઓ જેવી કે એલોપેથી, આયુર્વેદ, હોમીયોપેથી, સિધ્ધ અને યુનાની સેવાઓ આપતી જાહેર તથા ખાનગી તથા ટ્રસ્ટ સંચાલિત તબીબી સંસ્થાઓ જેવી કે, કલીનીક, હોસ્પિટલ, પ્રસુતિ ગૃહ, નર્સિંગ હોમ, ડીસ્પેન્સરી, લેબોરેટરી, એક્ષ-રે અને ઈમેજિંગ સેન્ટરોએ નોંધણી કરાવવી આવશ્યક છે.
આ અધિનિયમનું જિલ્લા જામનગર સહિત સંપૂર્ણ ગુજરાત રાજ્યમાં સઘન અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. The Gujarat Clinical Establishment Act 2021 અંતર્ગત સંસ્થાની નોંધણી માટે વેબ પોર્ટલ https://clinicalestablishment.gipl.in પર ઓન લાઈન અરજી કરી રજીસ્ટ્રેશન મેળવી શકાશે.
જામનગર જિલ્લામાં તબીબી સેવાઓ આપતા કલીનીક, હોસ્પિટલ, પ્રસૂતિ ગૃહ, નર્સિંગ હોમ. ડીસ્પેન્સરી, લેબોરેટરી, એક્ષ-રે અને ઈમેજિંગ સેન્ટરોના સંચાલક / ડોકટરોને નિયત સમય મર્યાદા તા.૧૨/૦૯/૨૦૨૫ સુધીમાં આ અધિનિયમ અંતર્ગત બિનચૂક નોંધણી કરાવવાની રહેશે. નિયત સમય મર્યાદા બાદ એવી સંસ્થાઓ કે જે આ અધિનિયમ હેઠળ નોંધણી વગર તબીબી સેવાઓ આપતી હોવાનું ધ્યાને આવશે તેમના વિરુધ્ધ નિયમોનુસાર શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે [email protected] મેઈલ આઈડી પર સંપર્ક કરી શકાશે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
