તા. ૫ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૦ સોમવાર
News of Saturday, 6th September 2025
કચ્છમાં રેડ એલર્ટ વચ્ચે રાપરમાં દે ધનાધન ૧ ઇંચ વરસાદ: જિલ્લામાં વાતાવરણ પલટાયું ઠંડા પવન સાથે વરસાદી માહોલ
કલેક્ટર દ્વારા લોકોને સાવધ રહેવા અપીલ, ભારેથી અતિભારે વરસાદની આગાહી, એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય સાથે એલર્ટ

(વિનોદ ગાલા દ્વારા )ભુજ : હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની ચેતવણીને પગલે રાજ્ય સરકાર સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કચ્છમાં લોકોને સાવધ રહેવા અપીલ કરાઈ છે. એ વચ્ચે આજે સાંજથી જ કચ્છના હવામાનમાં પલટો આવ્યો છે આગ ઝરતી ગરમી અને બફારા વચ્ચે એકાએક ઠંડા પવનો સાથે વરસાદી માહોલ સર્જાયો છે. સાંજે ૪ વાગ્યે પૂર્વ કચ્છના રાપરમાં દે ધનાધન વરસાદ સાથે પવન ફૂંકાયો હતો. થોડી જ વારમાં રસ્તાઓ ઉપરથી પાણી વહી નીકળ્યા હતા. એક ઇંચ જેટલું પાણી પડી ગયું હોવાના સમાચાર સાથે ખડીર રતનપર વિસ્તારમાં સાંગવાળી માતાજીના મંદિરે ભરાતો મેળો વીંખાઈ ગયો હતો. આ સાથે જ કચ્છના અન્ય તાલુકાઓમાં પણ ઝરમર ઝરમર વરસાદ અને ઠંડા પવનો સાથે વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદની આગાહી ને પગલે ગઈકાલ થી જ એનડીઆરએફની ટીમ કચ્છમાં એલર્ટ છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર, કચ્છ)
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
