<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

સંવિધાન સેવા મંચ મોરબી જીલ્લા દ્વારા તેજસ્વી તારલાઓનો અભિવાદન સમારોહ યોજાશે.

રવિવારે સવારે ૮ : ૩૦ કલાકે લવકુશ પાર્ટી પ્લોટ (૭૭૭ કારખાનું) તથાગત બુદ્ધ કોમ્યુનીટી હોલ બાજુમાં, ભડિયાદ રોડ મોરબી ૨ ખાતે આયોજન

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સંવિધાન સેવા મંચ મોરબી જીલ્લા દ્વારા આયોજિત પ્રથમ મોરબી જીલ્લાના તેજસ્વી તારલાઓનો અભિવાદન સમારોહ અને સ્નેહમિલન ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું છે મોરબી જીલ્લાના અનુસુચિત જ્તીના વર્ષ ૨૦૨૫ ના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન તા. ૦૫-૧૦-૨૫ ને રવિવારે સવારે ૮ : ૩૦ કલાકે લવકુશ પાર્ટી પ્લોટ (૭૭૭ કારખાનું) તથાગત બુદ્ધ કોમ્યુનીટી હોલ બાજુમાં, ભડિયાદ રોડ મોરબી ૨ ખાતે કરવામાં આવ્યું છે.

જેમાં ધોરણ ૬ થી ૧૨ (૭૦ % થી ઉપર) અને સ્નાતક, અનુસ્નાતક તેમજ બાકી અભ્યાસક્રમમાં (૬૦ % થી ઉપર) આવેલ વિદ્યાર્થીનું મેરીટને આધારે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપવામાં આવશે જવાહર નવોદય, જ્ઞાનસાધના, CET, NMMS, રમત ગમત અને વિશિષ્ટ પ્રતિભા માટે જીલ્લા કક્ષાએ મેળવેલ ૧,૨,3 નંબરનું સન્માન, તા. ૦૧-૦૧-૨૫ થી નવનિયુક્ત સરકારી કર્મચારી તેમજ નિવૃત કર્મચારી અને દાતાઓનું સન્માન કરવામાં આવશે.
માર્કશીટ સ્વીકારવાની છેલ્લી તા. ૧૫-૦૯-૨૫ સાંજે ૫ સુધીમાં વિદ્યાર્થીએ પરિણામની ઓરીજીનલ પીડીએફ સાથે નામ, ધોરણ, સરનામું અને મોબાઈલ નંબર લખી મો નં ૯૫૧૨ ૧૪૦૪૯૧ પર વ્હોટસએપ કરવી બાદમાં માર્કશીટ સ્વીકારવામાં આવશે નહિ

(7:42 PM IST)