News of Sunday, 7th September 2025
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને 200 કિલો હજારીગલ ફુલોનો દિવ્ય શણગાર : છપ્પનભોગ અન્નકૂટ ધરાવાયો : હનુમાનજીદાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન
પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ મંદિર પરિસરમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞ

રાજકોટ તા.૭
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંનજન દેવ હનુમાનજીદાદાને ફૂલની ડીઝાઇનના દિવ્ય વાઘા પહેરાવાયા છે. હનુમાનજીદાદાને 200 કિલો હજારીગલ ફુલોનો દિવ્ય શણગાર કરાયો હતો. 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને 7:00 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
સવારે 08:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું.દાદાને દિવ્ય વાઘાના શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ એવં સવારે શ્રી કષ્ટભંનજન દેવ હનુમાનજી દાદાને છપ્પન ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ભક્તોએ દાદાના દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
મહત્વનું છે કે શ્રી સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને દિવ્ય અને ભવ્ય રીતે પૂજન ષોડશોપચાર કેવળ ને કેવળ શ્રી હનુમાનજી મહારાજની પ્રસન્નતા માટે આશીર્વાદ માટે કરવામાં આવે છે.

(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
