News of Sunday, 7th September 2025
વેણુ-૨ ડેમ પૂર્ણ ભરાઈ જતા અસરગ્રસ્ત ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના
નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના

રાજકોટ : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા પાસે આવેલ વેણુ-૨ ડેમ પૂર્ણ ભરાઈ જતા રુલ લેવલ જાળવવા ત્રણ દરવાજા ૦.૬ મીટર ખોલવામાં આવેલ છે. આ કારણોસર ઉપલેટાના ગધેથડ ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવે છે, આ ઉપરાંત અન્ય અસરગ્રસ્ત ગામો ગધેથડ, વનજાંગ જાળિયા, મેખા-ટિમ્બડી, નાગવદર, નિલાખા સહિતના ગામના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવે છે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
