News of Sunday, 7th September 2025
આજી-૩ ડેમના ત્રણ દરવાજા ખોલાયા હોવાથી અસરગ્રસ્ત ગામના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના

રાજકોટ: રાજકોટ જિલ્લામાં પડેલા રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પાસે આવેલા આજી -૩ ડેમમાં વરસાદના પાણીની આવક સતત વધતા અગાઉ બે દરવાજા ૦.૧૫ મીટર ખોલવામાં આવેલા હતા, તેમાં આજે સવારે ૦૬:૩૦ કલાકે વધારો કરીને હવે ત્રણ દરવાજા ૦.૩ મીટર ખોલવામાં આવેલ છે. જળાશયમાં લેવલ ૫૩.૧૫ મીટર છે. પાણીની આવક સતત વધી રહેલી હોય રાજકોટ જિલ્લાના પડધરીના ખજુરડી ગામ તેમજ જામનગરના જોડિયા તાલુકાના બોડકા ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવે છે.
આ ઉપરાંત વધારાના ગામ ખજુરી, થોરીયાળી, ખીજડી- મોટા ટંકારા, ખાખરા જામનગર જોડલા, બોડકા, જસાપર, જિરાગઢ, મેઘપર, પીઠડ, રસનાલ, ટીમ્બડી, ધ્રોલ, મોડપર, ધરમપુર, સાગડિયા, સાધાધુના, ડેડકદડ સહિતના ગ્રામજનોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
