News of Sunday, 7th September 2025
ઉપલેટાનો મોજ ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની પુષ્કળ આવક થતા સતત ત્રીજીવાર ઓવરફલો

રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગઢાળા નજીક આવેલ મોજ ડેમ છલકાયો
રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગઢાળા નજીક આવેલ મોજ ડેમ છલકાયો છે. મોજ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે. ઉપલેટા પંથકને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડતો મોજ ડેમ સતત ત્રીજી વખત છલકાયો છે. ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતા ડેમના ત્રણ દરવાજા 5 ફુટ ખોલવામાં આવ્યા છે. મોજ ડેમમાંથી મોજ નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી. ડેમમાંથી પાણી છોડવામાં આવતા મોજ નદી બની ગાંડીતુંર. મોજ નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે.
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
