<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

ગાંધીનગર અને ખેડા જિલ્લાના મંદિર ચોરી અને વાહન ચોરીનો ભેદ ઉકેલાયો : આરોપીને ઝડપી પાડતી જામનગર એલ.સી.બી

બાતમીના આધારે મોકરડા ગામના પાટીયા પાસેથી મોટરસાયકલ સાથે ઝડપી લેવાયો

જામનગર :પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ, અશોકકુમાર (IPS) નાઓ તથા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની (IPS) તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતીભા (IPS) નાઓએ ધરફોડ ચોરી, મંદિર ચોરી, વાહન ચોરીના વણશોધાયેલ ગુન્હા શોધી કાઢવા સુચના કરેલ હોય,જેથી,એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર.વી.એમ.લગારીયા નાઓ તથા એલ.સી.બી.ના પો.સ.ઈ. પી.એન.મોરી તથા પો.સ.ઈ.સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો ધ્વાર વણશોધાયેલ ચોરી ઓના ગુના શોધી કાઢવા કાર્યરત હતા,

   દરમ્યાન એલ.સી.બી.ના સ્ટાફના અરજણભાઇ કોડીયાતર તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ઘનશ્યામભાઈ ડેરવાળીયાને મળેલ હકિકત કે ગાંધીનગર જીલ્લાના દેહગામ ઇશનપુર ડોડીયા ગામનો વતની હાર્દિક પ્રવિણસિંહ ઉર્ફ ગુલાભાઇ ચૌહણ વાળાએ ગાંધીનગર તેમજ ખેડા જીલ્લામાંથી મંદીર ચોરી તેમજ વાહન ચોરી કરી તેમજ ચોરી ના મો.સા સાથે જામનગર તાલુકાના મોરકંડા ગામના પાટીયા પાસે હોવાની બાતમી આધારે મજકુરને મો.સા. સાથે પકડી પાડી મયુદીનભાઇ સૈયદ મજકુર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી હાર્દિક પ્રવિણસિંહ ઉર્દૂ ગુલાભાઇ ચૌહાણ રજપુત ઉ.વ.૧૯ ધંધો મજુરી રહે.દેહગામ ઇશનપુર ડોડીયા તા.જી.ગાંધીનગર
શોધી કાઢેલ ગુનાઓ ૧) દેહગામ પોલીસ સ્ટેશન જી.ગાંધીનગર પો.સ્ટે.ગુરન-૦૭૭૭/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા-૨૦૨૩ કલમ ૩૦૩(૨)
૨) આંતરસુબા પોલીસ સ્ટેશન જી.ખેડા.ગુરન-૦૧૩૧/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા-૨૦૨૩ કલમ ૩૩૧ (૪),૩૨૪ (૧)
કબ્જે કરેલ મુદામાલ :એકટીવા મો.સા.જેના રજી.નં-જી.જે.૧૮ એફ.સી.૭૪૯૦ નુ કિ.રૂ.૭૫,૦૦૦/-
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ.થી પી.એન. મોરી તથા પો.સ.ઇ. મી.એમ. માટેલીયા. તથા બેલ.સી.બી. કટાફના, હરસ્પાલસિંહ સોલ્ટ, ભરતભાઇ પટેલ નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભલા તલાવડીયા ફિરેનભાઇ વરણણ્યા.ક્રિપાલસિંહ જાડેજા, સુમતિરાઇ શીયાર, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાજી સૈયદ ધનકાળમભાઇ ડેરવાળીયા, ધમેલલંડ એન જાડેજા,ભરતભાઇ ડાંગર, ભવપાલસિંહ જાડેજી અજયભાઈ વિરડા હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોથ,નિર્મળસિંહ એસ.જાડેજા, યુવરાજસિંહ ઝાલા, મથુરસિંહ પરમાર કિશોરભાઇ પરમાર રૂપિરાજસિંહ વાળા,બળવંતસિંહ પરમાર, ધમેન્દ્રસિંહ એમ. જાડેજા, દયારામ ત્રિવેદી, તથા બીજાભાઇ બાડાસરા, સુરેશભાઈ માલકિયા વિગેરે બરા કરવામાં આવેલ છે.

(4:25 PM IST)