<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

યાત્રાધામ દ્વારકામાં ભાવિકો ઉમટ્યા :પવિત્ર ગોમતી સ્નાન કરી મંદિરે પહોંચી કાળીયા ઠાકોરને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી

પૂર્ણિમાના અવસરે ભાવિકોએ ગાયોને ઘાસચારો, ભિક્ષુકોને જલેબી-ગાંઠીયાનો નાસ્તો, ભોજન સહિતની લહાણી કરી

( દીપેશ સામાણી દ્વારા ) દ્વારકા : ભાદરવા મહિનાની પૂર્ણિમા સાથે શ્રાદ્ધપક્ષની શરૂઆત થતા યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારથી જ ભાવિકોનો મોટો સમુદાય આવી પહોંચેલ અને પવિત્ર ગોમતી સ્નાન કરી * છપ્પનસીડી સ્વર્ગ દ્વારેથી જગતમંદિરમાં પહોંચી કાળિયા ઠાકોરને શિશ જુકાવી ધન્યતા અનુભવી હતી. 

  આજથી શ્રાધ્ધપક્ષનો પ્રારંભ થયેલ  હોય પુણ્ય સલીલા ગોમતી નદીના કાંઠે પિતૃતર્પણ માટે બહારથી પધારતા ભાવિકોની પણ શરૂઆત થઈ ચુકી છે. પૂનમ સાથે ચંદ્રગ્રહણ હોય બહોળી સંખ્યામાં ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. પૂર્ણિમાના અવસરે ભાવિકોએ ગાયોને ઘાસચારો, ભિક્ષુકોને જલેબી-ગાંઠીયાનો નાસ્તો, ભોજન સહિતની લહાણી કરી હતી.

 

 

(8:50 PM IST)