<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં એકધારા ત્રણ દિવસથી વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાયા

ભારે વરસાદથી ખેડૂતોની મહેનત પર પણ પાણી ફરી વળ્યું: કપાસ, એરંડા, જુવાર સહિતના પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોના પર ચિંતાના વાદળો છવાયા

સુરેન્દ્રનગર જિલ્લાના દસડા તાલુકામાં સતત ત્રણ દિવસથી વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાયા છે. દસાડા તાલુકાના ખેતરો સરોવરમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે. ખેતરમાં પાણી ભરતા પાક ડૂબી ગયો છે. ભારે વરસાદથી ખેડૂતોની મહેનત પર પણ પાણી ફરી વળ્યું છે. કપાસ, એરંડા, જુવાર સહિતના પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોના પર ચિંતાના વાદળો છવાયા છે. સતત ત્રણ દિવસથી ખેતરોમાં પાણી ન ઉતરતા પાક નિષ્ફળ જવાની ભીતિ ઊભી થઈ છે. તો બીજી તરફ ભારે વરસાદથી દસાડા શહેરમાં ત્રણ કાચા મકાન પણ ધરાશાયી થયા છે. 


 

(11:42 PM IST)