News of Monday, 8th September 2025
કચ્છના વવાર ગામે સસરાનું જમાઈ પર ફાયરિંગ

(વિનોદ ગાલા દ્વારા) ભુજઃ તા.૮: કચ્છમાં પોલીસની સક્રિય કાર્યવાહી વચ્ચે કાયદો અને વ્યવસ્થા સામે પડકાર ફેંકતી અપરાધની ઘટનાઓમાં ઉછાળો આવ્યો છે. આવા જ એક વધુ બનાવમાં મુન્દ્રા તાલુકાના વવાર ગામે સસરાએ જમાઈ ઉપર ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાંગપર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ રવિવારના બપોરના અરસામાં વવાર ગામના ચારણ સમજવાડી નજીક જાહેર ચોકમાં ઉભેલા ૨૭ વર્ષીય ભીમા રામભાઈ ગઢવી ઉપર ગામના જ પંતુ લધાભાઈ ગઢવીએ પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. આ હુમલાનો ભોગ બનનાર ભીમા રામભાઈ ગઢવીને ગોળી પીઠની પાછળના ભાગે લાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલ યુવાનને સારવાર અર્થે પહેલા મુન્દ્રા અને બાદમાં ભુજમાં હોસ્પિટલમાં ખસેડાયો છે. હુમલાનું કારણ પ્રેમ લગ્ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇજાગ્રસ્ત ભીમા ગઢવીએ ફાયરિંગ કરનાર પંતુભાઈ ગઢવીની પુત્રી સાથે દોઢેક મહિના પૂવપ્રેમ લગ્ન કર્યા હોઈ તેનો ખાર રાખી આ હુમલો કર્યો હતો. છેલ્લા ૧૨ દિવસમાં કચ્છમાં ભુજ, રાપર, ભચાઉ અને મુન્દ્રામાં હત્યાના બનાવો બની ચૂકયા છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
