<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

ભારે વરસાદના લીધે કચ્છમાં ૬ જેટલા રસ્તાઓ પ્રભાવિત થતા વાહન વ્યવહાર બંધ

વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા તેમજ ભયજનક નદી નાળા તેમજ નીચાણવાળા વિસ્તારમાં ન જવા અનુરોધ કરાયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૮ : કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે વિવિધ ૬‌ જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. આ રસ્તાઓ ઉપર અવરજવર ન કરવા જાહેરજનતાને કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. 

૧. ત્રંબો જેસડા રવ રવેચી રોડ (રાપર તાલુકો), ૨. ⁠ભચાઉ રામવાવ રાપર રોડ (રાપર તાલુકો), ૩. ⁠સુવઈ ગવરીપર રોડ (રાપર તાલુકો), ૪. ⁠વામકા લખાવટ કરમરિયા રોડ (ભચાઉ તાલુકો), ૫. ⁠સતાપર અજાપર મોડવદર મીઠી-રોહર રોડ (ગાંધીધામ તાલુકા), ૬. ⁠તુગા જુણા રોડ (ભુજ તાલુકો) ભારે વરસાદની પરિસ્થિતિમાં કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા તેમજ ભયજનક નદી નાળા તેમજ નીચાણવાળા વિસ્તારમાં ન જવા અનુરોધકરાયો છે.

(11:16 AM IST)