<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

ભારે વરસાદ વચ્ચે પશ્ચિમ કચ્છ પોલીસ ખડેપગે : લોકોની મદદે : અવિરત વરસાદ વચ્ચે પશ્ચિમ કચ્છ પોલીસ લોકોની સેવામાં

ભરાયેલા પાણીના કારણે ઘણી જગ્યાએ ટ્રાફિક જામ સર્જાય છે આવી પરિસ્થિતિમાં વાહનચાલકોને તેમ જ લોકોને મદદરૂપ બનવા માટે પોલીસ ફરજ ઉપર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ :  છેલ્લા ૨ દિવસથી કચ્છ જિલ્લામાં વરસતા અવિરત વરસાદ વચ્ચે પશ્ચિમ કચ્છ પોલીસ લોકોની સેવામાં છે. સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા ભારે વરસાદ તેમ જ ભરાયેલા જળાશયોના કારણે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. પરંતુ છતાયે જાણે અજાણે લોકો જળાશયો પાસે પહોંચે છે. ઘણા સોશ્યલ મીડિયામાં પોતાની રીલ બનાવવા પણ આવું કરતા હોય છે. આ ઉપરાંત રસ્તા ઉપર ભરાયેલા પાણીના કારણે ઘણી જગ્યાએ ટ્રાફિક જામ સર્જાય છે. આવી પરિસ્થિતિમાં વાહનચાલકોને તેમ જ લોકોને મદદરૂપ બનવા પોલીસ ફરજ બજાવી રહી છે. આઇજી ચિરાગ કોરડિયા અને એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ પોલીસે ખરા અર્થમાં પ્રજાના મિત્ર તરીકેની જવાબદારી અદા કરવાનો ઉમદા પ્રયાસ કર્યો છે.

(3:22 PM IST)