News of Monday, 8th September 2025
ભુજ અને કચ્છવાસીઓના હૃદય સમાંન હમીરસર તળાવ છલકાયું: વાજતે ગાજતે વધાવી, રજા જાહેર કરવાની અને મેઘલાડુની પરંપરા
આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનન બરસે નેહ…, કાલે સવારે ૧૧ વાગ્યે વધાવશે

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : સતત બે દિવસના મેઘના મંડાણ સાથે ભુજ શહેર ૬ ઇંચથી વધુ વરસાદથી પાણી પાણી થઈ ગયું છે. તે સાથે જ ભુજ અને કચ્છી માડુઓના હૃદય સમું હમીરસર તળાવ આજે છલકાઈ ગયું છે. સાંજે ૬.૧૬ મિનિટે હમીરસર તળાવ છલકાયું હોવાની માહિતી ભુજ પાલિકાના ઉપ પ્રમુખ ઘનશ્યામ સી. ઠક્કરે અકિલા ને આપી હતી. આવતીકાલે તળાવને નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી દ્વારા વધાવવામાં આવશે. ભુજની પરંપરા અનુસાર ભુજ પાલિકાના પ્રમુખ દ્વારા હમીરસર તળાવના વાજતે ગાજતે વધામણા કરાય છે. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે શ્રીફળ જળ દેવતાને સમર્પિત કરાય છે. એ સાથે જ ભુજ શહેર પૂરતું શાળા, કોલેજ અને સરકારી કચેરીઓમાં ખાસ જાહેર રજાની જાહેરાત કરાય છે. લોકો હમીરસર તળાવના ઓવારણા લેવા તેને કાંઠે સહપરિવાર પહોંચે છે.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
