તા. ૧૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૮ શુક્રવાર
News of Tuesday, 9th September 2025
લખપત-૬, રાપર-૫, ભચાઉ, ગાંધીધામ, નખત્રાણા-૪, ભુજ, અંજાર-૩ાા,અબડાસા-૩ મુન્દ્રા, માંડવી દોઢ ઇંચ વરસાદ
ડીપ ડિપ્રેશને કચ્છના સૂકા લખપત અને અબડાસા તાલુકાને કર્યુ પાણી પાણીઃ દસે દસ તાલુકામાં સાર્વત્રિક વરસાદ બાદ આજે ધૂપ છાંવ સાથે વરાપ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૯: ડીપ ડિપ્રેશન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથેના રેડ એલર્ટે કચ્છમાં ચિંતા સર્જી હતી. જોકે એક માત્ર રાપર તાલુકામાં બે દિવસમાં ૧૯ ઇંચ વરસાદ સાથે બારે મેઘ ખાંગા થયા હતા અને રાપર તાલુકા માટે થોડી આફત સર્જી હતી.
પરંતુ કયાંય કોઈ જાન હાનિ સર્જાઈ નથી. જોકે, અન્ય નવ તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. ગઈકાલ સોમવારથી આજે મંગળવાર સવારના ૬ વાગ્યા સુધીના વરસાદના આંકડા જોઈએ તો ડીપ ડિપ્રેશન કચ્છના લખપત તેમ જ અબડાસા એ બંને માટે આર્શિવાદ રૂપ બન્યું હતું. અત્યાર સુધી છૂટા છવાયા વરસાદ સિવાય મોટે ભાગે સૂકા રહેલા લખપત માં ૬ ઇંચ જ્યારે અબડાસામાં ૩ ઇંચ વરસાદ થકી તળાવ, ડેમ, નદીઓમાં નવા નીર આવવાની સાથે ખેડૂતોમાં પણ ખુશી છવાઈ છે. અન્ય તાલુકાઓમાં જોઈએ તો ગઈકાલથી આજ સુધીના ૨૪ કલાકની અંદર રાપર માં ૫, ભચાઉ, ગાંધીધામ, નખત્રાણામાં ૪, અંજાર ૩, ભુજ સાડા ત્રણ, મુન્દ્રા અને માંડવીમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે. આજે કચ્છમાં વરાપ સાથે ધૂપ છાંવ જેવું વાતાવરણ છે. એકંદરે ડિપ્રેશનની અસર નબળી પડી છે અને વરસાદ થંભી ગયો છે.(૬.૮)
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
