News of Tuesday, 9th September 2025
દ્વારકાના ભીમરાણાના દરિયાકિનારે ૧૮૦૦ ચો. ફૂટનું ધાર્મિક દબાણ હટાવાયું ૨૦૦૦ ચો. ફૂટ જમીન ખુલ્લી કરવામાં આવી
દાદાનુ બુલડોઝર ફરી ચાલ્યુ ઓખા મંડળમાં

(આલાપ ભરતભાઈ બારાઈ-દ્વારા) (ઓખા) તા.૯: ઓખા મંડળના ભીમરાણા ગામે (જિલ્લો દેવભૂમિ દ્વારકા) દરિયા કિનારા વિસ્તારમાં ૧૮૦૦ ચો.ફૂટ વિસ્તારમાં ગેરકાયદેસર બનેલા ધાર્મિક દમાણને તંત્ર દ્વારા આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે હટાવવામાં આવ્યું હતું.ભીમરાણા ગામે દરિયા કિનારે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ધાર્મિક દમાણ પર તંત્રનું બુલડોઝર ફરી પડતાં આશરે ૨૦૦૦ ચોરસ ફૂટ જેટલી ગૌચરની જમીન પણ ખુટલો કરાઈ છે. તંત્રની આ કામગીરીથી દેશની ગૌચરની જમીન પર થયેલા દમાણોને મુક્ત કરાવવાનો સંકલ્પ સાકાર થતો જોવા મળ્યો છે.
થોડા સમય પહેલા પણ દ્વારકા તાલુકાના બેટ દ્વારકા, ઓખા સહિત દેવભૂમિ દ્વારકાના સંવેદનશીલ વિસ્તારોમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આવનારા દિવસોમાં ભીમરાણા દરિયા કિનારે સંભાવિત સન પેટે્રોકેમ કંપની દ્વારા મોટા પાયે રોકાણ થવાનું છે, જેના પેલા તબક્કામાં ગેરકાયદેસર દમાણો અને બાંધકામો તોડવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.(૩૮.૧૭)
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
