<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

ચોરવાડના યુવાનની સગાઈ તૂટી જતા દરિયામાં ઝંપલાવી આપઘાત

મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં ગમગીની

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૯  માળીયાહાટીના તાલુકાના ચોરવાડમાં રહેતા મોહનભાઇ રામજીભાઇ ચુડાસમા ઉ.વ. ૨૩ નામના યુવાનની યુવતી સાથે ચાર વર્ષ પહેલા સગાઈ થઈ હતી. બે દિવસ પહેલા મોહનભાઈની સગાઈ તૂટી ગઈ હતી.

સગાઈ તૂટી જવાના કારણે મોહનભાઈ માનસિક રીતે અસ્‍તવ્‍યસ્‍ત રહેતા હતા. આ દરમિયાન ગઈકાલે ચોરવાડના દરિયા કિનારેથી યુવાનનો મળતદેહ મળી આવ્‍યો હતો.

આ અંગેની જાણ થતાં પોલીસે દોડી જઈને યુવાનના મળતદેહને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં સગાઈ તૂટી જવાના કારણે યુવાને દરિયામાં ઝંપલાવી આત્‍મહત્‍યા કરી લીધી હોવાનું ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. (૩.૪)

 

 

(10:57 AM IST)