તા. ૧૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૭ શુક્રવાર
News of Tuesday, 9th September 2025
મોરબીમાં પાટીદાર સમાજની બે હજાર મહિલાઓએ મહારાસમાં રમઝટ બોલાવી

મોરબીઃ ઉમિયા માતાજી મંદિર સિદસરના સવા શતાબ્દી પૂર્ણાહુતિ પ્રસંગે સમગ્ર સૌરાષ્ટ્રના શહેર, તાલુકા અને ગામોમાં મહાઆરતી મહારાસ અને કળશ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબીમાં પણ ગઈકાલે મહારાસ, કળશપૂજન અને મહાઆરતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ ઉમિયા નવરાત્રી ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાનાર હતો અને મોરબીમાં આશરે ૧૦ હજાર મહિલાઓ એક સાથે મહારાસ રમીને વિશ્વ રેકોર્ડ બનાવવાની હતી. પરંતુ ભારે વરસાદના કારણે ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા તાત્કાલિક સ્થળ બદલવું પડ્યું હતું અને ત્યારબાદ આ સમગ્ર કાર્યક્રમ નાની વાવડી સ્થિત પટેલ સમાજ વાડી ખાતે યોજાયો હતો
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
