<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

ખંભાળીયાનો ડેમ ઓવરફલો થતાં ઘી નદીમાં પૂરની સ્‍થિતિઃ દરવાજા બંધ ના હોય પાણી દરિયામાં!!

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૯: ઘી ડેમ તાજેતરમાં છલકાઇ જતાં ડેમના કાઢીયા પાસેથી મોટા પ્રમાણમાં ઓવરફલો થતાં હેઠવાસમાં રામનાથ પાસે ઘી નદીમાં પૂરની સ્‍થિતિ થતાં રોજ ઢગલાબંધ પાણી ઘી ડેમમાંથી હેઠવાસમાં પૂરની જેમ આવે છે. પણ કમનસીબે ઘી નદીના પાટીયા બંધ ના હોય રોજનું હજારો નહીં પણ લાખો લીટર પાણી દરિયામાં વહી જાય છે.

ઘી નદી પર રામનાથમાં તથા મામનાથ પાસે પાજનો ચેકડેમ એમ બે સ્‍થળે પાણી રોકાતા ઘી નદી ભરાયેલી રહેતા રામનાથ વિસ્‍તાર તથા રામનગર મામનાથ વિસ્‍તારની અનેક સોસાયટીઓમાં બોર અને ખેડૂતોના કૂવા નદી ભરાયેલી રહેતા રીચાર્જ થતાં હોય તથા આગામી ચોમાસા સુધી તેમાં પાણી ભરેલું રહે છે. પણ આ વખતે ઘી નદી સાફ ના થતાં ઘી નદીમાં ઠેર ઠેર પાણી ભરાયેલા તેમાં ગાંડી વેલ ઢગલાબંધ હોય અગાઉથી જો પાલિકા દ્વારા નદી સાફ થઇ હોત તો નદી પાણીથી ભરાઇ જાત પણ હાલ ગાંડી વેલનું સમ્રાજય તથા ગંદકી અને ગામમાંથી લોકો કચરો નાખવા કે ધાર્મિક પ્રવૃત્તિ કથા વિ.ના સામાન નાખવા નદીનો ઉપયોગ કરતા હોય ગંદકીવાળા વિસ્‍તારમાં પાણી ભરાય તેવી સંભાવના નથી ત્‍યારે હજુ દિવસો સુધી ડેમમાંની પાણીની આવક થાય તેમ હોય ગાંડી વેલ સાફ કરી નદીને થોડી ચોખ્‍ખી કરીને પાણીથી ભરવા માંગ કરવામાં આવી છે.

(11:24 AM IST)