News of Tuesday, 9th September 2025
ટોકન લીધા વગર ગેરકાયદેસર માછીમારી કરતા હીરાકોટ બંદરના હોડી માલીકો/સંચાલકો સામે ગુન્હો

વેરાવળઃ દરીયાઇ પેટ્રોલીંગ તથા હોડી/બોટ ચેકીંગ દરમ્યાન હીરાકોટ બંદર ખાતે તલાશ-૧૨ તથા તાજ હોડીઓના માલીકો/સંચાલકો દરીયામાં માછીમારી કરવા અંગે લાયસન્સ કે ટોકન લીધા વગર માછીમારી કરતા મળી આવતા, માલીકો/સંચાલકો વિરૂધ્ધ સોમનાથ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુજરાત મત્સ્યોધોગ નિયમો(સુધારા) ૨૦૨૦ મુજબ ગુન્હો રજી.કરાવી (૧) ફારૂકભાઇ અબ્દુલાભાઇ મોવાણા, (૨) અકરમ સલીમભાઇ ખરાઇ સામે સામે કાર્યવાહી કરી છે. આ કામગીરી એન.એ. વાઘેલા, ઇ.પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી. ગીરસોમનાથ તથા એસ.ઓ.જી. સ્ટાફના મેરામણભાઇ શામળા, દેવદાનભાઇ કુંભરવાડીયા, ગોવિંદભાઇ રાઠોડ એ.એસ.આઇ. તથા વિપુલભાઇ ટીટીયા, ગોપાલભાઇ મકવાણા પો.હેડ કોન્સ. તથા મહાવિરસિંહ જાડેજા, કૈલાશસિહ બારડ પો.કોન્સ.એ કરી હતી.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
