News of Tuesday, 9th September 2025
સચિવાલયમાં મોટી ઓળખાણનું કહીને છેતરપીંડી કરનાર દંપતિને ઝડપી લેતી જુનાગઢ બી ડીવીઝન પોલીસ
રોહિત ઉર્ફે રવિ હરીભાઇ ચોવટીયા અને પ્રજ્ઞા ચોવટીયા સામે કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૯ :.. ધારાસભ્યના પી.એ. હોવાનુ તેમજ ગાંધીનગર સચિવાલયમાં મોટી ઓળખાણ હોવાનું જણાવી અને પોતાની પત્ની સાથે મળી મોટી મોંધીદાટ ગાડીઓ માં આવી વચન, વિશ્વાસ આપી અને આવી ખોટી ઓળખ ઉભી કરી અને ગાંધીનગર ખાતે સચીવાલયમાં ક્લાર્ક તરીકેની નોકરી અપાવવાનુ કહી તેમજ સરકારી કોન્ટ્રાકટનું કામ અપાવવાનું તેમજ સરકારી લોન પાસ કરાવી દેવાનું આમ જુદા-જુદા વ્યક્તીઓને જુદા-જુદા બહાના બતાવી વિશ્વાસ આપી અને નાણા મેળવી લોકો સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી કરનાર પતિ-પત્ની બંન્ને આરોપીઓને ગુન્હો દાખલ થયાના ગણતરીના કલાકોમાં જુનાગઢ બી ડિવીઝન પોલીસે પકડી પાડેલ છે.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક નીલેશ જાજડીયા, પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા દ્વારા વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી મીલ્કત સબંધી ગુન્હાઓ આચરતાં ગુન્હેગારોને ગુન્હાના કામે સત્વરે પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હતું.
ફરીયાદ શીલ્પાબેન રાજેશભાઈ ભાખર ઉ.વ.૩૭ રહે.જોષીપરા જુનાગઢ નાઓએ આરોપી- રવિ ઉર્ફે રોહીત હરીભાઇ ચોવટીયા એ ધારાસભ્ય ના પી.એ. હોવાનું કહી ખોટા નામે છેતરપીંડી કરી અને આરોપી-રવિભાઇ ઉર્ફે રોહીત હરીભાઇ ચોવટીયા તથા તેમના પત્ની ઙ્કજ્ઞાબેન એ આ કામના ફરીયાદી તથા ફરીયાદીના પતિ ને દિલ્હી હાઇવે કોરીડોરના ડીવાઇડરનો ઝાડ ઉછેરના કોન્ટ્રાકટ અપાવવાનું કહી તેમજ ગુજરાત રાજય ગાંધીનગર માં સચિવાલયમાં કલાર્ક તરીકે નોકરી અપાવવાનું વચન અને વિશ્વાસ આપી અને ફરીયાદી તથા તેમના પતિ પાસેથી રૂ.૫૦,૦૮,૦૦૦/- જેટલી મોટી રકમ મેળવી વિશ્વાસમાં લઇ નાણાકીય છેતરપીંડી કર્યા ફરીયાદ કરી હતી.
તપાસ પો.ઇન્સ. એ.બી.ગોહીલ બી ડીવી.પો.સ્ટે. નાઓએ સંભાળેલ અને આ કામની તપાસ દરમ્યાન ફલીત થયેલ કે, આ કામના આરોપીઓએ ફરીયાદી તથા અન્ય સાહેદો સાથે પોતે ગુજરાત રાજય ગાંધીનગરમાં ધારાસભ્યના પી.એ.છે અને આ કામના આરોપીને સચિવાલય ગાંધીનગરમાં ખુબ મોટી ઓળખાણ અને વગ છે તેમજ આરોપી ગુજરાત સરકાર તરફથી મળતી પશુપાલન અને તબેલા માટેની લોન પણ મંજુર કરાવી આપે છે તેમ કહી અને મોટી મોંધીદાટ ગાડીઓમાં આવી લોકોને મળી અને વચન,વિશ્વાસ આપી અને લોકો પાસેથી અત્યાર સુધીમાં કુલ રૂા.૧,૧૮,૩૮,૭૫૦/- ની મોટી રકમ બંને પતિ પત્નીએ મેળવેલ હોય અને છેતરપીંડી ગુન્હો કરી નાશી ગયેલ હોય જેથી આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીઓની હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી આ ગુન્હો રજી. થયાના ગણતરીના કલાકોમાં ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આરોપીઓ બંન્ને પતિ-પત્ની હોય જેમાં પતિ પુરૂષ આરોપી પોતે ધારાસભ્યના પી.એ.ના હોવાનું તેમજ ગાંધીનગર સચીવાલયમાં મોટી ઓળખાણ છે. તેમજ દીલ્હી-મુંબઇ હાઇવે કોરીડોરમાં વળક્ષો વાવવાના સરકારી કોન્ટ્રાક્ટ મેળવી આપે છે. તેમજ પશુપાલન અને તબેલા માટેની દોઢ કરોડથી ત્રણ કરોડ રૂપીયા સુધીની લોન કરાવી આપે છે. તેમજ વેપારીઓને સારા માર્જીનથી પ્રોડકટનું વેચાણ કરાવી આપે છે તેમ ફરીયાદી તથા સાહેદોને અલગ-અલગ એમ.ઓ. બતાવી વચન અને વિશ્વાસ આપી ઓળખ ઉભી કરી માણસો પાસેથી કુલ રૂ.૧,૧૮,૩૮,૭૫૦/- ની નાણાકીય ઠગાઇ કરેલાનુ તપાસમાં ખુલેલ છે.
પુરૂષ આરોપી વિરૂધ્ધમાં સુરત શહેર કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગુન્હા રજીસ્ટર નંબર-૬૧૮/૨૦૨૫ આઇ.પી.સી. કલમ-૪૦૨ વિ. મુજબના કામે પોતાની અટકાયત ટાળવા સારૂ નાસતો ફરતો હોય જેથી કાપોદરા પોલીસ સ્ટેશન, સુરત શહેર ખાતે જરૂરી જાણ થવા કાર્યવાહી થવા જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે.
તેમજ રાજકોટ શહેર કોર્ટ ફોજદારી કેસ નં.૧૪૭૨૦/૨૦૨૨ ના નેગો. એક્ટ ૧૩૮ મુજબના કામે મજકુર પુરૂષ આરોપીનુ પકડ વોરંટ ઇસ્યુ થયેલ હોય જે પકડ વોરંટના કામે પણ મજકુર આરોપી છેલ્લા આઠ મહીનાથી નાસતો ફરતો હોય જેથી પકડ વોરંટના કામે જરૂરી કાર્યવાહી થવા નોંધ રાખવામાં આવેલ છે.
રોહીત ઉર્ફ રવિ હરીભાઇ ચોવટીયા ઉ.વ.૩૩ રહે.-કોઠારીયા રોડ, સ્વાતી પાર્ક, રાજકોટ મુળ-આંકોલવાડી તા.તાલાળા જી. ગીર સોમનાથ પ્રજ્ઞાબેન રોહીત ઉર્ફ રવિ હરીભાઇ ચોવટીયા રહે.-કોઠારીયા રોડ, સ્વાતી પાર્ક, રાજકોટ મુળ-આંકોલવાડી તા.તાલાળા જી. ગીર સોમનાથના છે.
આ કામગીરી જુનાગઢ ૅબીૅ ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.બી. ગોહીલ સા. તથા પોલીસ હેડ કોન્સ. વિપુલભાઇ રાઠોડ તથા રવિન્દ્રભાઇ વાંક તથા પો.કોન્સ. કરશનભાઇ ભારાઇ તથા હરદાસભાઇ નંદાણીયા વિગેરે સ્ટાફ દ્રારા મળીને કરવામાં આવેલ છે. (તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ) (પ-૧૪)
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
