તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Wednesday, 10th September 2025
કચ્છમાં ડેમ તૂટતા યુવકનું મોતઃ ૩૧ ભેંસ તણાઈઃ ૩૬ ઊંટનું રેસ્ક્યુ
કચ્છમાં રાપરમાં અનુરાધાર ૧૯ ઇંચ વરસાદ વરસ્યા બાદ રાપરનો મેવાસા ડેમ તૂટતા દોડધામ મચી ગઇઃ ૨૦ ફૂટ લાંબા પાણીના પ્રવાહમાં ફસાયેલા ઊંટોને ત્રીજે દિવસે ગામના સરપંચ અને ગામલોકોએ સાથે મળી સલામતીપૂર્વક બહાર કાઢ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦: કચ્છના રાપરમાં અનરાધાર ૧૯ ઇંચ વરસાદને પગલે મેવાસા ગામનો ડેમ તૂટી ગયો હતો. વરસતા વરસાદ વચ્ચે ડેમ જોવા ગયેલો નજીકના કીડિયાનગર ગામનો યુવાન દિનેશ ગોવિંદ પઢારિયા પાણીમાં તણાઈ જતા મોત નીપજ્યું હતું.
આ ડેમના પાણી નજીકના ગાગોદર ગામના તળાવ અને સીમ વિસ્તારમાં ફરી વળતા ૩૧ ભેંસો તણાઈ ગઈ હતી હજી સુધી આ ભેંસો લાપતા છે. જળાશયો છલકાઈ જવાના કારણે રાપરના સોનલવા સરાણમાં માલધારીના ૩૬ ઊંટ ફસાઈ ગયા હતા.૨૦ ફૂટ લાંબા પાણીના પ્રવાહમાં ફસાયેલા આ ઊંટોને ત્રીજે દિવસે ગામના સરપંચ અને ગામલોકોએ સાથે મળી સલામતીપૂર્વક બહાર કાઢ્યા હતા.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
