News of Wednesday, 10th September 2025
દ્વારકા જિલ્લામાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સહાય યોજના
લાભ લેવા આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર તા.૧૭ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે

(આલાપ ભરતભાઈ બારાઈ દ્વારા) તા.૧૦: જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે હેતુસર, દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના કુટુંબની એક ગાયના નિવાસ ખરમાં સહાય આપવા યોજના અમલમાં મુકાઈ છે. આ યોજનાનો લાભ તેવા ખેડૂતો લઈ શકશે, જેઓ પ્રાકૃતિક ખેતી કરતા હોય કે કરવાના ઇચ્છુક હોય, જેમની પાસે આઈડેન્ટિફિકેશન ટેગવાળી દેશી ગાય હોય અને જેમણે પ્રાકૃતિક ખેતીનો તાલીમ કોર્સ પૂર્ણ કર્યો હોય.
જે ખેડૂતો પહેલેથી અરજી કરી ચૂક્યા છે અને ચાલું વર્ષે લાસ મંજૂર થયો છે, તેઓ સિવાયના અન્ય ખેડૂતો માટે આ યોજનાની નવી અરજીઓ માંગવામાં આવી છે.
ગૌણ વાત એ છે કે, અગાઉ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારકા આવ્યા હતા ત્યારે પણ તેમણે ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરણા આપી હતી.
ગુજરાત સરકાર સતત પ્રયાસ કરી રહી છે કે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે અને ખેડૂતોને લાભકારી બને.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
