<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

પોરબંદર સાંદિપની વિદ્યાનિકેતનમાં પૂ. રમેશભાઇ ઓઝાના સાનિધ્‍યમાં નવરાત્રી અનુષ્‍ઠાન

૪૪માં શારદીયા નવરાત્રી મહોત્‍સવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ માનવ સેવાયજ્ઞ સમા વિવિધ મેડીકલ કેમ્‍પ સહિતના સેવાકાર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૦: પરમ પૂજ્‍ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાના સાન્નિધ્‍યમાં સાંદીપનિ વિદ્યાનિકેતન છાયા- પોરબંદર ખાતે આયોજિત ૪૪મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્‍સવ- ૨૦૨૫ના પ્રસંગે પ્રતિવર્ષ અનુસાર આ વર્ષે પણ વિનામૂલ્‍યે માનવ સેવાયજ્ઞ સમા વિવિધ મેડીકલ કેમ્‍પનું આયોજન થનાર છે. જેની વિસ્‍તળત વિગત નીચે મુજબ છે

પોરબંદરની ધામેચા આઈ હોસ્‍પિટલ ખાતે તારીખ ૨૬, ૨૭ અને ૨૮ સપ્‍ટેમ્‍બરના રોજ સુપર સ્‍પેશિયાલિટી આઈ કેમ્‍પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મુંબઈની વિશ્વવિખ્‍યાત બોમ્‍બે સીટી આઈ ઇન્‍સ્‍ટીટયુટ એન્‍ડ રીસર્ચ સેન્‍ટરના ઉત્‍કળષ્ટ સેવા ભાવનાને વરેલા વિશ્વ વિખ્‍યાત આંખના નિષ્‍ણાંત સર્જન ડૉ.કુલીનભાઇ કોઠારી તથા  ડો.આકાશ શાહ (ઓકયુલોપ્‍લાસ્‍ટિ), ડો.ઉપલ ગાંધી (પીડીયાટ્રીક ઓફથેલોમોલોજીસ્‍ટ-બાળકોના આંખના નિષ્‍ણાંત), ડો. ભાવિક જૈન (રટાઈના સ્‍પેશિયાલિસ્‍ટ-આંખના પડદાના નિષ્‍ણાંત), ડો. નિખિલ અગ્રવાલ ( ગ્‍લુકોમા  સ્‍પેશિયાલિસ્‍ટ-જામરના નિષ્‍ણાંત), ડો. તન્‍વી ગણાત્રા (કેટ્રેક સ્‍પેશિયાલિસ્‍ટ-મોતિયાના નિષ્‍ણાંત), ડો. પ્રાપ્તિ માંકડ (ફેલો ઓફથેલમોલોજી) આ સર્વે નિષ્‍ણાંત તબીબો આ કેમ્‍પમાં પોતાની માનદ સેવા પૂરી પાડશે.

ત્રણ દિવસ યોજાનાર આ કેમ્‍પમાં તારીખ ૨૬ સપ્‍ટેમ્‍બરને શુક્રવારના રોજ બપોર પછી સાંજે ૫ થી ૮ માં દર્દીઓની તપાસ કરવામાં આવશે અને તારીખ ૨૭મી અને ૨૮મી સપ્‍ટેમ્‍બર શનિવાર અને રવિવારે જરૂરી ઓપરેશનો કરવામાં આવશે

આ કેમ્‍પ દરમિયાન ડાયાબિટીસ અને બ્‍લડપ્રેશરને લઈને આંખના પડદામાં થતો રટાઈનોપેથી અને ગ્‍લુકોમાં (જામર) ના દર્દીઓની લેઝર સર્જરી તેમજ ત્રાંસી આંખ (સ્‍ક્‍વિન્‍ટ) અને આંખની પાપણ ઢળી જવાના દર્દીઓની સર્જરી વિનામૂલ્‍યે સંપન્ન થશે.

આ કેમ્‍પની વિશિષ્ટતા એ છે કે પોરબંદરના તમામ દસ (૧૦)  ઓફથેલમિક (આઈ) સર્જન (આંખના નિષ્‍ણાંત) આ કેમ્‍પના પહેલા દર ગુરુવારે સાંજે ૫ થી ૬ દરમ્‍યાન આ અંગેના દર્દીઓની પ્રાથમિક તપાસ (સ્‍ક્રીનીંગ ટેસ્‍ટ) કરી આ કેમ્‍પ માટે ખાસ તૈયાર કરેલ કાર્ડ વિનામૂલ્‍યે ભરી આપશે. જે ખરેખર અભિનંદનીય છે. જેઓના નામ નીચે મુજબ છે.

૧, ડૉ.પુષ્‍પાબહેન દયલાણી, ૨, ડૉ. મનોજભાઈ જોશી, ૩, ડૉ નિમીષાબહેન મહેતા, ૪. ડૉ.કાનાભાઈ ગરેજા, ૫,ડૉ પરબતભાઈ ઓડેદરા, ૬. ડૉ. નયનભાઈ જેઠવા, ૭. ડૉ. નિખીલભાઈ રૂપારેલીયા, ૮. ડૉ.યશસ્‍વિનીબહેન બદીયાણી, તથા ભાવસિંહજી સિવિલ હોસ્‍પિટલ ખાતે ૯. ડૉ.વિભૂતિબહેન કોરિયા, સોમ, બુધ, શુક્ર સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ નો સમાવેશ થાય છે. ૧૦. ડૉ જીગરભાઈ જોશી (ધામેચા હોસ્‍પિટલ)  આ કેમ્‍પના સ્‍પોન્‍સર એટલે મનોરથી તરીકે શ્રી રમણ વિશ્રામ જોગીયા અને શ્રીમતી અનસુયાબહેન વિશ્રામ જોગીયા (યુ.કે.) સેવા આપશે.

પલ્‍મોનોલોજી  (ફેફસા અને શ્વાસના દર્દો) નો કેમ્‍પ

આ કેમ્‍પ તારીખ ૨૭ સપ્‍ટેમ્‍બર શનિવારે સવારે ૯ થી બપોરે ૧ વાગ્‍યા સુધી સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે યોજાશે. પલ્‍મોનોલોજી કેમ્‍પમાં સૌરાષ્‍ટ્રના સિનિયર મોસ્‍ટ અને સેવાભાવી પલ્‍મોનોલોજીસ્‍ટ ડો. જયેશભાઈ ડોબરીયા (સિનરજી હોસ્‍પિટલ) રાજકોટ પોતાની ટીમ સાથે માનદ સેવા પૂરી પાડશે. આ કેમ્‍પ દરમિયાન પી.એફ.ટી (પલ્‍મોનરી ફંક્‍શન ટેસ્‍ટ), સી.ટી.સ્‍કેન વગેરે પણ વિનામૂલ્‍યે ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. આ કેમ્‍પના સ્‍પોન્‍સર (મનોરથી) તરીકે શ્રીમાન બજરંગલાલજી તાપડીયા (પૂજ્‍ય દાદાજી) પરિવાર સેવા આપશે.

ફાટેલા હોઠ અને

તાળવાનો કેમ્‍પ

તારીખ ૨૭ સપ્‍ટેમ્‍બર શનિવારના રોજ સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે સવારે ૯ થી બપોરે ૧ વાગ્‍યા સુધી દોષી સ્‍માઈલ- ઈગા હેલ્‍થ ફાઉન્‍ડેશન દ્વારા આયોજિત આ કેમ્‍પમાં અમદાવાદના ઓરલ અને મેક્‍ઝીલોફેશિયલ સર્જરીના નિષ્‍ણાંત ડો. રિષભ શાહ પોતાની ટીમ સાથે માનદ સેવા પૂરી પાડશે.

આ કેમ્‍પ દરમિયાન નીચે પ્રમાણેના દર્દોના દર્દીઓને અમદાવાદ ખાતે ઠાકરશી ચેરીટેબલ ટ્રસ્‍ટ, જે.એસ. હોસ્‍પિટલ, સેટેલાઈટ ખાતે વિનામૂલ્‍યે સર્જરી માટે ફિક્‍સ તારીખ આપવામાં આવશે અને તે તમામની સર્જરી વિનામૂલ્‍યે સંપન્ન થશે.

જન્‍મજાત ખોડખાપણ- ફાટેલા હોઠ અને તાળવાની સર્જરી,  વાંકાચુકા દાંતની સારવાર, જન્‍મજાત ન હોય તેવા કાનની સારવાર, આંખની અને નાકની અમુક પ્રકારની જન્‍મજાત ખોટ ની સારવાર, ચહેરા પર લોહીની ગાંઠો ની સર્જરી, જન્‍મથી મોઢું ખુલતું ન હોય તેની સર્જરી. સ્‍પીચ થેરાપી વગેરેની સર્જરી વિનામુલ્‍યે સંપન્ન થશે.

મોટાપા જાગળતિ અને

નિદાન કેમ્‍પ

તારીખ ૨૭ સપ્‍ટેમ્‍બર શનિવારના રોજ સવારે ૯ થી બપોરના ૧ સુધી સાંદીપની વિદ્યાનિકેતન ખાતે યોજાયેલ આ કેમ્‍પમાં રાજકોટના પ્રખ્‍યાત એન્‍ડોક્રાઇનોલોજીસ, ડો. બ્રિજ તેલી -જે ડાયાબિટીસના સુપર સ્‍પેશિયાલિસ્‍ટ છે. તે પોતાની માનદ સેવા પૂરી પાડશે.

આજના સમયમાં મોટાપો માત્ર દેખાવની સમસ્‍યા નથી, પરંતુ ડાયાબિટીસ, હાઈ બ્‍લડપ્રેશર, કોલેસ્‍ટ્રોલનું અસંતુલન, ફેટી લીવર, ઘના રોગો, હોર્મોન અસંતુલન, સંતાન પ્રાપ્તિની મુશ્‍કેલી અને કેટલાક પ્રકારના કેન્‍સર જેવી ગંભીર બીમારીઓ માટે મૂળભૂત જવાબદાર છે. આમ મોટાપો એ ખામોશ અને ઘાતક બીમારી બની ગયો છે.

આ કેમ્‍પ દરમિયાન બી.એમ.આઈ., કમરના પરિઘનું મૂલ્‍યાંકન, મેટાબોલિક સ્‍ક્રિનિંગ અને વ્‍યક્‍તિગત માર્ગદર્શન આપવામાં આવશે. લાઈફ સ્‍ટાઈલ ચેન્‍જીસ- મુખ્‍યત્‍વે ૅઆહારૅ -ખોરાક ૅવિહારૅ-શારીરિક પ્રવળત્તિઓ અને ૅવિચારૅ -ઘ આ ત્રણ આધાર સ્‍તંભોને લાંબાગાળાના યથાર્થ પરિણામ માટે માર્ગદર્શન આપવામાં આવશે.

દંત યજ્ઞ

તારીખ ૨૨ સપ્‍ટેમ્‍બર થી તારીખ ૧ ઓક્‍ટોબર સુધી પ્રતિદિન સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે સવારે ૯ થી બપોરે ૧ સુધી લાભુભાઈ શુક્‍લ મેમોરિયલ ટ્રસ્‍ટ, ગૌરીદડ, રાજકોટ ના ૅજાલંધર બંધ યોગૅ પદ્ધતિના નિષ્‍ણાંત દંતવૈદ્ય હર્ષદભાઈ જોશી અને દંતવૈદ્ય સરોજ બહેન જોશી અને તેમની ટીમ દ્વારા આ કેમ્‍પ સંપન્ન થશે.

આ કેમ્‍પ દરમિયાન ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજના ટીચિંગ સ્‍ટાફ અને સ્‍ટુડન્‍ટ્‍સ ને ૅજાલંધર બંધ યોગૅ પદ્ધતિ વિશે ટ્રેનીંગ પૂરી પાડવામાં આવશે.

ઉપરોક્‍ત તમામ મેડીકલ કેમ્‍પસમાં લાભાર્થી દર્દીઓને શારીરિક તપાસ ઉપરાંત તમામ લેબોરેટરી તપાસ (બ્‍લડ-યુરીન), ઈ.સી.જી.(કાર્ડિયોગ્રામ), સોનોગ્રાફી, એક્‍સ-રે, પી.એફ.ટી., સી.ટી.સ્‍કેન વગેરે તમામ તપાસ વિનામૂલ્‍યે કરી આપવામાં આવશે. ઉપરાંત પાંચ દિવસની standard દવાઓનો કોર્સ પણ જરૂરી દર્દીઓને વિનામૂલ્‍યે પૂરો પાડવામાં આવશે.

પરમ પૂજ્‍ય ભાઈની એ ખાસ સુચના હોય છે કે અત્‍યારની  અત્‍યાધુનિક મેડિકલ સારવાર છેવાડાના અત્‍યંત જરૂરિયાતમંદ લોકો સુધી વિનામૂલ્‍યે પહોંચવી જોઈએ અને તેમનું સ્‍વમાન જળવાવું જોઈએ. આ તમામ કેમ્‍પ દરમિયાન આ અંગે ખાસ તકેદારી રાખવામાં આવે છે.

પ્રથમ બે કેમ્‍પ સિવાયના તમામ કેમ્‍પના સ્‍પોન્‍સર (મનોરથી) તરીકે શ્રી પ્રકાશભાઈ અને રંજનબહેન કનેરિયા (યુ.કે.) સેવા આપશે.

શારદીય નવરાત્રિ અનુષ્‍ઠાન મહોત્‍સવ -૨૦૨૫ દરમ્‍યાન યોજાનાર ઉપરોક્‍ત તમામ કેમ્‍પના કૉ.ઓર્ડીનેટર ડૉ. સુરેશભાઈ ગાંધી અને પૂર્વ સી.એમ.ઓ. તથા સાંદીપનિના ટ્રસ્‍ટી ડૉ.ભરતભાઈ ગઢવી સેવા આપશે. જેમના કોન્‍ટેક્‍ટ નંબર ૯૭૧૨૨૨૨૦૦૦ છે. (તસ્‍વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)  (૯.૧૭)

(11:26 AM IST)