News of Wednesday, 10th September 2025
પોરબંદરઃ વિદેશમાં નોકરીનું કહીને લાખોની છેતરપીંડીનો આરોપી દિલ્હીથી ઝડપાયો
૧૯ લોકો પાસેથી ૫૭ લાખ ઉઘરાવીને નોકરી નહીં અપાવીને આરોપી ફરાર થઇ ગયેલઃ વધુ એક આરોપીની પોલીસ દ્વારા શોધખોળ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૦: વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપીને ૧૯ લોકો પાસેથી ૫૭ લાખ ઉઘરાવીને આ તમામને નોકરી નહીં અપાવીને ફરાર થઇ જઇને છેતરપીંડી કરનાર આરોપી અમીતકુમાર અરોડાને પોલીસે દિલ્હીથી પકડી લીધો છે. આ છેતરપીંડી કેસમાં વધુ એક ફરાર આરોપી તુશાલ કિશોરભાઇને પકડવા પોલીસે તપાસ હાથધરી છે.
કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આશેપીઓ તુશાલ કિશોરભાઈ સાદીયા રહે નરસંગ ટેકરી પોરબદર હાલ રહે.સાઇપ્રસ તથા અમિતકુમાર રહે, પંજાબ તથા તપાસમા ખુલે તે તમામ વિરુધ્ધમાં આ કામના આરોપીઓએ ૧૯ લોકોને લઇ બેંગકોકના પટાયા સીટી ખાતે હોટલમાં કામ કરવા માટે લઇ જઇ હોટલમાં કામ નહિ અપાવી દેવાનું કહી કુલ ૫૭ લાખ ઉઘરાવીને નોકરી નહીં અપાવીને છેતરપીંડી વિશ્વાતઘાત કરી ગુન્હો કરતા આરોપીઓ વિરૂધ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતા કલમ-૩૧૬(૨), ૩૧૮(૪), ૫૪ મુજબનો ગુન્હો કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલ. આ ગુન્હાની તપાસ પ્રથમ કમલાબાગ પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. આર.ડી. નિનામાં નાઓ ચલાવી રહેલ હતા. જે માર્ગદર્શન અને સુચનાઓ આધારે એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી આર.કે. કાંબરીયા તથા એલ.સી.બી. ટીમ દ્વારા આરોપી અંગે ઝીણવટભરી માહિતી એકત્રીત કરી તપાસ દરમ્યાન એએસઆઇ રાજેન્દ્રભાઈ જોષી તથા એચસી ઉપેન્દ્રસિંહ જાડેજા તથા ડબલ્યુએચસી નાથીબેન કુછડીયાને ટેકનીકલ સોર્સીસથી આરોપી અમીતકુમાર રાજકુમાર દિલ્હીમાં મળી આવતા ગુનાની તપાસના કામે આજરોજ અટક કરી આરોપી પાસેથી છેતરપીંડી વિશ્વાસઘાતથી મેળવેલ રૂ.૫,૨૯,૨૭૦/- કબ્જે કરી છે.
આ છેતરપીંડીં કેસમાં વધુ એક ફરાર તુશાલ કિશોરભાઇ સાદીયા રે.નરસંગ ટેકરીને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે.
નોકરી અપાવી દેવાની લાલચ આપી છેતરપીંડી કરનાર આરોપી અમીતકુમારને પડકવાની કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ આર કે કાંબરીયા તથા એએસઆઇ બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા તથા એચસી ઉદયભાઇ વરૂ, સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા. વિપુલભાઇ ઝાલા, હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા જીતુભાઇ દાસા તથા ડબલ્યુએચસી નાથીબેન કુછડીયા તથા પીસી નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, અજયભાઈ ચૌહાણ તથા ડ્રા. એએચસી ગોવિંદભાઈ માળીયા તથા ડ્રા. એપીસી રોહિતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતા.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
