<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

કચ્છના રાપરમાં કલેક્ટર સમક્ષ વરસાદમાં થયેલ નુકસાન અંગે આગેવાનોએ રજૂઆત કરી : ચેકડેમ, તળાવ, નદી નાળામાં ભારે પાણી થકી લોકોના ઘરોમાં નુકસાન

તૂટેલા રોડ રસ્તાને ઝડપભેર મોટરેબલ કરાવવા, પાણીની આવ ખુલ્લા કરાવવી, પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક ધોરણે વીજ થાંભલા ઉભા કરવા માટે વધુ ટીમ કાર્યરત કરવા સહિતના મુદ્દે રજૂઆત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦

રાપર તાલુકા મા ૧૯ ઈંચ જેટલા વરસાદથી લગભગ ગામો માં સારું એવું નુકસાન થયું છે. ભારે વરસાદથી રસ્તા, વિજ પોલ, ખેતીના પાક અસરગ્રસ્ત થયો છે. ચેકડેમ, તળાવ, નદી નાળામાં ભારે પાણી થકી લોકો ના ઘરોમાં નુકસાન થયું છે. આજે રાપર તાલુકા માં વરસાદ ની તારાજી અંગે મુલાકાત લેવા માટે આવેલ જિલ્લા કલેકટર આનંદ પટેલ સમક્ષ રાપર ના ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા ના કાર્યાલય ઇન્ચાર્જ વિનુભાઇ થાનકી, નશાભાઈ દયા, પ્રમુખ તાલુકા ભાજપ ડોલરભાઇ ગોર, કારોબારી ચેરમેન  જયદીપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ વાઘેલા, રાપર, લાલજીભાઈ કારોત્રા, મધુભા વાઘેલા, સમિતિ ચેરમેન કિશોરભાઈ મહેશ્વરી, ભરતભાઈ મઢવી, કમલસિંહ સોઢા, કાંતિલાલ ઠક્કર નટુભાઈ સોઢા, મેમાભાઈ ચૌહાણ પ્રવીણભાઈ કોલી, રત્નાભાઇ રબારી, કલ્યાણપરના સરપંચ બાબુભાઈ કરોતરા, હરેશભાઇ વાઘડા, ભૂપતસિંહ વાઘેલા, અખેરાજસિંહ વાઘેલા, મોહનભાઈ બારડ, સવાઈસિંહ જાડેજા વિગેરે એ રજૂઆત કરી હતી. રજૂઆતમાં તૂટેલા રોડ રસ્તાને ઝડપભેર મોટરેબલ કરાવવા, પાણીની આવ ખુલ્લા કરાવવી, પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક ધોરણે વીજ થાંભલા ઉભા કરવા માટે વધુ ટીમ કાર્યરત કરવા, ખેતીની જમીન ધોવાણ ના વળતર માટે અને પાકના સર્વે કરાવવા માટે કામગીરી શરૂ કરાવવા, તળાવો તૂટી ગયા હોય એના પાળા, ખેડૂતોના ખેતરોના પાળા તૂટી ગયા હોય તે રિપેર કરાવવા, મોબાઇલ ટાવર કનેક્શન, આપત્તિ સમયે જનરેટર સેટ ઉપલબ્ધ કરાવવા જણાવાયું હતું. લોકોની મુશ્કેલી અંગે આગેવાનો દ્વારા કરાયેલ રજૂઆતોને કલેક્ટર આનંદ પટેલે શાંતિ પૂર્વક સાંભળી અને સ્થાનિક અધિકારીઓને કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો.(તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(6:59 PM IST)