<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી: ધ્રોલમાં 'ઓપરેશન સિંદૂર'ની સફળતા માટે રક્તદાન કેમ્પનું આયોજન.

રક્તદાન કેમ્પ ૧૬ સપ્ટેમ્બરને મંગળવારે સવારે ૮:૦૦ કલાકે શ્રી દીપસિંહ રાજપૂત છાત્રાલય, ધ્રોલ ખાતે યોજાશે .

ધ્રોલ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે, ધ્રોલ ખાતે 'ઓપરેશન સિંદૂર'ની ભવ્ય સફળતા માટે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સ્ટેટ યુનાઇટેડ એમ્પ્લોઇઝ ફ્રન્ટના સંયુક્ત કર્મચારી મોરચા - ધ્રોલ - જોડીયા તાલુકા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રક્તદાન કેમ્પ ૧૬ સપ્ટેમ્બર, મંગળવારના રોજ સવારે ૮:૦૦ કલાકે શ્રી દીપસિંહ રાજપૂત છાત્રાલય, ધ્રોલ ખાતે યોજાશે. આયોજકોએ લોકોને રાષ્ટ્રસેવાના આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા માટે આમંત્રણ પાઠવ્યું છે.
આ પહેલ રક્તદાનના મહાદાનને પ્રોત્સાહન આપવા અને સામાજિક જવાબદારીની ભાવના ફેલાવવા માટેનો એક પ્રયાસ છે.( સંજય ડાંગર ધ્રોલ )  


 

(9:05 PM IST)