<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

મોરબીમાં પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારતની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી.

નિક્ષય મિત્ર બનેલ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ટીબીના 5 દર્દીને કીટ આપવામાં આવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : પ્રધાનમંત્રી ટી.બી મુક્ત ભારત અભિયાનના 3 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે મોરબી જિલ્લામાં પ્રધાનમંત્રી ટી.બી મુક્ત ભારતની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ કેમ્પસ જિલ્લા ક્ષય કેન્દ્ર-મોરબી ખાતે મોરબીની છેલ્લા ત્રણ વર્ષથી સતત સમાજ સેવા આપતી અને ટીબી ના દર્દીઓને કીટ આપી નિક્ષય મિત્ર બનેલ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ટીબીના 5 દર્દીને કીટ આપવામાં આવી હતી. આ દરમ્યાન DTO ધનસુખ અજાણાએ અભિયાન અંતર્ગત ટીબીના દરેક દર્દીને પોષણકીટ મળી રહે તે માટે અપીલ કરી હતી.


 

(1:05 AM IST)