<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

રાજકોટનો શખ્‍સ અમરેલીમાં ઝડપાતા ૬ ચોરી કબૂલી

જામનગર, કચ્‍છ, ગોંડલ, ઉપલેટા, કુવાડવા, વડીયા, બિલખા, ગુજરાતના ગુન્‍હાઓમાં સામેલ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૧: ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.ગૌતમ પરમારએ ભાવનગર રેન્‍જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્‍ટ ગુનાઓ ડીટેક્‍ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્‍હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરવા માર્ગદર્શન આપવામાં આવેલ.

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.  વી.એમ.કોલાદરાની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ મિલકત સબંધી આરોપીની સઘન તપાસ દરમ્‍યાન હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે એક ઇસમને રોકડ રકમ, મોબાઇલ ફોન તથા મોટર સાયકલ સાથે પકડી પાડી, પકડાયેલ ઇસમની સઘન પુછ પરછ કરતા અલગ અલગ જગ્‍યાએ ૬ ચોરીઓની કબુલાત આપતા, વાહન તથા મંદીર સહિતના ૬ ચોરીના બનાવનો ભેદ ઉકેલવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.

પકડાયેલ આરોપી ઘનશ્‍યામ સવજીભાઇ દુધાત, ઉ.વ.૩૦, હાલ રહે.રાજકોટ, બસ સ્‍ટેન્‍ડ પાસે મુળ રહે. જંગવડ, તા.જસદણ પાસેથી રોકડા રૂ.૫૯૦/-, સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મોટર સાયકલ જીજે-૧૦-સીજે-૯૩૪૫ કિ.રૂ.૩૦,૦૦૦/-, એન્‍ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ - ૩ જેની કિ.રૂ. ૧૭,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૪૭,૫૯૦/- નો મુદ્દામાલ કબ્‍જે કરેલ છે.

પકડાયેલ ઇસમની સઘન પુછપરછ કરતાં વીસેક દિવસ પહેલા પોતે રાત્રીના લાલપુર તાલુકાના મીઠોઇ ગામ પાસે નાયરા કંપનીના મટીરીયલ ગેટ સામે આવેલ જય માં આશાપુરા હોટલ પાસે પાર્ક કરેલ  પ્‍લસ મોટર સાયકલ  જી.જે.૧૦.સીજે ૯૩૪૫ ની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ, જે અંગે ખરાઇ કરતા જામનગર જીલ્લા મેઘપર (પડાણા) પો.સ્‍ટે. માં ગુન્‍હો રજી. થયેલ છે.

ઉપરોક્‍ત ચોરી બાદ આશરે ૪-૫ દિવસ પછી પોતે ઉપરોક્‍ત ચોરી કરેલ મોટર સાયકલ લઇ રાત્રીના આશરે બે વાગ્‍યા આસપાસ ભચાઉ તાલુકાના સુરજબારી ટોલનાકા પાસે ઓરડીની બારીમા ચાર્જીગમા પડેલ વીવો કંપનીના મોબાઇલ ફોનની ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ છે.

ઉપરોક્‍ત ચોરી બાદ આશરે ત્રણેક દિવસ પછી જામનગરથી ચોરી કરેલ મોટર સાયકલ લઇ રાત્રીના આશરે બે વાગ્‍યા આસપાસ ગોંડલ ખાતે મોવીયા રોડે, રેતી ચોકમા મકાનનુ કામ ચાલુ હતુ તેની બાજુમા મજુરો સુતા હતા તેની પાસે રાખેલ ઓપો કંપનીના મોબાઇલ ફોનની ચોરી કરેલ

ઉપરોકત ચોરી બાદ ચારેક દિવસ પછી ગઇ તા. ૩૦-૩૧/૦૮/૨૦૨૫ના રાત્રીના મોટી કુંકાવાવ ગામે, વડીયા તરફ જતા રોડે ડાબી બાજુ આવેલ સોમનાથ મહાદેવ મંદીરની દીવાલ ટપી મંદીરમાં પ્રવેશ કરી મંદિરના મુખ્‍ય દરવાજા પાસે ખુલ્લી ઓશરીની દીવાલમાં લગાડેલ દાન પેટીનુ તાળુ તોડી, તેમાંથી રોકડા રૂપિયા આશરે રૂ. ૪૫૦૦/- તેમજ તે મંદીરની સામે આવેલ એક મકાનનુ કામ ચાલુ હતુ તે મકાન દરવાજા વગરનુ ખુલ્લુ હોય જેના રૂમમા સુતેલ વ્‍યક્‍તિ પાસે એક ફોન ચાર્જીંગમા પડેલ હતો તે વીવો કંપનીનો મોબાઇલની ચોરી કરી જતો રહેલ, બાદ તેના બીજા દિવસે ભાવનગરથી ઓખા જતી ટ્રેનમા જતો તે વખતે ખંભાળીયાથી થોડે આગળ રસ્‍તામા તે મોબાઇલ ફોન તોડીને ચાલુ ટ્રેને ફેંકી દીધેલ . પાંચેક દિવસ પછી તા.૦૬/૦૯/૨૦૨૫ ના રોજ અગાઉ જામનગરથી ચોરી કરેલ મોટર સાયકલ લઇ રાત્રીના ભરૂચ જીલ્લાના આમોદ ગામે રોડની બાજુમા મકાનનુ કામ ચાલુ હોય તેની બાજુમા મજુરો સુતા હતા તેની પાસે રાખેલ ઓપો કંપનીના મોબાઇલ ફોનની ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ છે.

પકડાયેલ આરોપી (૧) એ ડીવી પો.સ્‍ટે.(રાજકોટ શહેર) કલમ ૩૭૯, (૨) ઉપલેટા પો.સ્‍ટે.(રાજકોટ ગ્રામ્‍ય) કલમ ૩૭૯ (૩) બી ડીવી પો.સ્‍ટે. (જામનગર) કલમ ૩૦૩(૨), (૪) ગોંડલ સીટી પો.સ્‍ટે.(રાજકોટ ગ્રામ્‍ય) કલમ ૩૭૯ (૫) કુવાડવા રોડ પો.સ્‍ટે. (રાજકોટ શહેર)કલમ ૩૭૯ (૬) ઉમરાળા પો.સ્‍ટે. (ભાવનગર) કલમ ૩૭૯ (૭) સાબરમતી રેલ્‍વે પો.સ્‍ટે. (અમદાવાદ શહેર) કલમ ૩૭૯ (૮) બીલખા પો.સ્‍ટે. (જુનાગઢ) કલમ ૩૦૩(૨), (૯) પ્રદ્યુમનનગર પો.સ્‍ટે. (રાજકોટ શહેર) કલમ ૩૭૯ (૧૦) બી ડીવી પો.સ્‍ટે. (જામનગર) કલમ ૩૭૯ (૧૧) બી ડીવી પો.સ્‍ટે. (જુનાગઢ) કલમ ૩૦૩(૨)માં સામેલ છે.

આ કામગીરી  પો.સ.ઇ. કે.ડી.હડીયા તથા પો.સ.ઇ. એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઈ. આર.એચ.રતન તથા એ.એસ.આઈ. હરેશસિંહ પરમાર તથા હેડ કોન્‍સ. આદિત્‍યભાઇ બાબરીયા, તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્‍સ. રમેશભાઈ સીસારા દ્વારા કરવામાં આવેલ છે.(૨.૧૧)

 

(10:50 AM IST)