<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

ગઢકામાં જમાઇના ઘરે રહેતાં બિહારના દેવેન્‍દ્રભાઇનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૧: રાજકોટના ગઢકા ગામે જમાઇ સંતોષભાઇ સાથે રહી ફર્નિચર કામની મજૂરી કરતાં મુળ બિહારના દેવેન્‍દ્રભાઇ રામવૃક્ષભાઇ દાસ (ઉ.વ.૪૯) રાતે ત્રેણેક વાગ્‍યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોીસ્‍પટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્‍દ્રભાઇ ચાવડાએ આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં એક દિકરો અને સાત દિકરી છે. મોતનું કારણ જાણવા પોલીસે મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું. (૧૪.૬)

(11:08 AM IST)